બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / 316 arrests, 464 FIRs: Mega drive of police across Gujarat to crack down on moneylenders

કાર્યવાહી / 316ની ધરપકડ, 464 FIR: ગુજરાતભરમાં પોલીસની મેગા ડ્રાઇવથી વ્યાજખોરોમાં ફફડાટ, કંઇકના જીવ બચ્યાં તો અનેકને મૂડી પરત મળી

Megha

Last Updated: 01:39 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો, વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે.

  • સરકારદ્વારા ચલાવવામાં આવેલ આ મેગા ડ્રાઇવથી વ્યાજખોરોમાં ફફડાટ
  • અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી
  • 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા
  • 316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી 

ગુજરાતમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. 5 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજ્યા છે. જેમાં 464 પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત 762 આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી 316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના સીધા માર્ગદર્શનમાં થઇ રહેલી આ કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.

5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર-ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી. 

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.

ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ
રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જો કે રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે. સુરતના નયનાબેન નાથાભાઈ વીરાણીને ૮ લાખના ધીરાણ સામે મકાન પડાવી લઈને પછી એ પરત જોઇતું હોય તો ૮૦ લાખની માંગણી કરનારા વ્યાજખોરને સુરત પોલીસે સકંજામાં લઇ લીધો હતો. જેના કારણે ધીરાણ આપનારાએ મકાનનો દસ્તાવેજ મૂળ માલિકને પરત કરી દઇ માંડવાળી કરી હતી. 

આવા જ બીજા કિસ્સાની વાત કરીએ તો ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં પાંચ લાખની વસૂલાત કરવા વ્યાજખોરે ૧૫ લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં 15 લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે. તો બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે 2.60 લાખનું ધીરાણ બે વ્યાજખોર પાસેથી મેળવ્યું હતું. જેની સામે 10 લાખની વસૂલાત કર્યાં છતાં પણ આરોપીએ 45 લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં. પોલીસે અરજદારને 45 લાખના દસ્તાવેજ પરત કરાવ્યાં છે. 

સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી 25 લાખ રોકડ અને 3 દુકાનોના ઓવર વેલ્યુએશન તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત 6 કરોડનો હિસાબ બે આરોપીઓએ કાઢ્યો હતો. ફરિયાદીએ આ કિસ્સામાં 45 લાખ ચૂકવી દીધાં હોવા છતાં 3.57 કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ 3.12 કરોડ માગ્યા હતાં. પોલીસે રૂ 3.12 કરોડની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યાં છે.

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શનમાં હાથ ધરાયેલી ઝૂંબેશમાં વડોદરામાં પણ અનેક કિસ્સામાં અરજદારોને વ્યાજખોરોના દબાણમાંથી પોલીસે મુક્ત કરાવ્યાં છે. વડોદરાના કલ્પેશ ગોહીલને વર્ષ 2018 માં લીધેલાં 6 લાખના બદલામાં 20 લાખની માંગણી નાણાં ધીરનારે કરી હતી. જેમાં બંને પક્ષને બોલાવી સમાધાન કરાવી અરજદારને રાહત અપાવી છે. એ જ પ્રમાણે અશ્વીનભાઈ પટેલે સંજયભાઈ પરમારને 80 હજારમાં ભેંસ વેચાતી આપી હતી. ત્યાર બાદમાં નાણાં ચૂકવવામાં ન આવતાં અરજદારની સામે જ સમાધાન કરાવી ભેંસ પરત આપવાની બાહેંધરી લેવડાવી હતી. તો બીજી તરફ વડોદરામાં નાણાં ધીરધાર કર્યાં બાદ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર બે વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.

અરવલ્લીમાં વ્યાજખોરો સામે એક્શનમાં આવી પોલીસ 
અરવલ્લીમાં વ્યાજખોરો વિરૂધ્ધ ચાર ફરિયાદ નોંધાઈ હતી. એ મુજબ મોડાસા ટાઉનમાં ત્રણ અને મેઘરજમાં એક ફરિયાદ નોંધાઈ હતી આ સિવાય પોલીસે અલગ અલગ ચાર ફરિયાદ નોંધી છે. આ સાથે જ વગર લાઇસનસે વ્યાજ વસુલ કરતા લોકો સામે ફરિયાદ પણ પોલીસે ફરિયાદ નોંધતા વ્યાજખોરોમાં ફફળાટ જોવા મળ્યો હતો. 

તાપીમાં પણ નોંધાઈ ફરિયાદ 
5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત તાપી જિલ્લામાં વ્યાજ ખોર સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે.  જણાવી દઈએ કે તાપી જિલ્લામાં ત્રણ વ્યાજખોર સામે સોનગઢ,વ્યારા અને વાલોડ ખાતે ફરિયાદ નોંધાઈ છે. 

અમદાવાદમાં પણ ફરિયાદ નોંધતા વ્યાજખોરોમાં ફફળાટ 
અમદાવાદના દાણીલીમડાના ફેસલનગરમાંથી વ્યાજખોરોની ફરિયાદ સામે આવતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. આ સિવાય વ્યાજખોરના આતંકનો ભોગ બનેલ બાવળાના ભાયલા ગામના એક ખેડુત પરિવારે પણ વ્યાજખોરથી રક્ષણ માટે પોલીસ માટે મદદ માંગી છે. ખેડુત સુરેશ રાઠોડે પોલીસ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી કે વર્ષ 2019માં એમને વ્યાજખોર પ્રભુમતસિંહ ગોહિલ અને સહદેવસિંહ જાદવ પાસેથી અઢી ટકાના વ્યાજે એક કરોડ લીધા હતા અને વ્યાજ અને પેન્લટી ચૂકવી દીધા છંતા વ્યાજખોરએ જમીન એમની જમીન પચાવી પાડી હતી. હાલ ખેડૂત પરિવારના નિવેદન લઈને પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. 

ગીર સોમનાથ જિલ્લામાં પણ વ્યાજખોરો સામે ફરિયાદ
વ્યાજખોરો સામે હવે સરકાર ધીમે ધીમે સકંજો કસી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વ્યાજખોરો સામે ફરિયાદ સામે આવી રહી છે. પાછલા 48 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના તમામ પોલીસવડા ઓને લોક દરબાર કરીને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની તાકીદ કરતા ગીર સોમનાથ પોલીસે  જિલ્લાના તમામ તાલુકામાં વ્યાજખોરો સામે લોકો પોલીસ ફરિયાદ કરે તેમાં ઉદ્દેશ્ય સાથે લોક દરબાર નું આયોજન કર્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકામાં વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો અન્ય એક કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવવાને લઇને તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ઉના અને કોડીનાર તાલુકામાં પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદીઓ આવતા જેતે તાલુકા પોલીસે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે ઉનામાં જે વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેની પોલીસે અટકાયત પણ કરી લીધી છે આ સિવાય વેરાવળ શહેર અને કોડીનાર માં નોંધવામાં આવેલી ફરિયાદમાં પોલીસ વ્યાજખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં પ્રભાસપાટણ પોલીસ મથકમાં પણ એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાયદાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આમ જિલ્લામાં ત્રણ તાલુકામાં વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે ઉનાના વ્યાજખોર ની પોલીસે ધરપકડ કરી છે તો પ્રભાસપાટણ ના એક વ્યાજખોર સામે ફરિયાદ દાખલ થવાની તજવીજ શરૂ કરી છે. 

વલસાડ જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં 
અત્યાર સુધી વલસાડ જિલ્લામાં વ્યાજખોરીના 21 કેસ દાખલ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકોમાં વ્યાજ ખોરો સામે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મનીલેન્ડિંગ એક્ટ 2011 અને આઇપીસી ની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધવામા આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31 વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને આ રીતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ