પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમોમાંથી LSG એકમાત્ર એવી ટીમ હતી જે પહેલી વખત ટાઇટલ જીતવાના રસ્તા પર હતી પણ એલિમિનેટર મેચમાં તેની સફરનો અંત આવી ગયો હતો.
ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાશે
LSG બહાર થતાં નવી ચેમ્પિયન મેળવવાની આશા પણ સમાપ્ત થઈ
હવે CSK, MI અને GTની નજર ફરી ટ્રોફી જીતવા પર હશે
IPL 2023 તેના અંતિમ ચરણમાં છે અને આ સિઝન-16ની બે મેચ બાકી છે અને હજુ પણ ત્રણ ટીમોએ ટાઈટલ જીતવાનો દાવો છે. ક્વોલિફાયર-1 જીતીને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે સીધી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 શુક્રવારે એટલે કે 26મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.આ મેચમાં વિજેતા ટીમ 28 મેના રોજ ખિતાબની લડાઈમાં CSK સામે ટકરાશે.
There's still an opportunity to be a part of the summit clash!
Lot 2 of Tickets for #TATAIPL 2023 #Final will be LIVE today at 4 PM ⏳
જણાવી દઈએ કે બુધવારે રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ચાહકોની નવો ચેમ્પિયન મેળવવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમોમાંથી, LSG એકમાત્ર એવી ટીમ હતી જે તેના પહેલા ટાઇટલના માર્ગે હતી પણ એલિમિનેટર મેચમાં મુંબઈએ તેમની સફરનો ત્યાં જ અંત આણ્યો હતો. હવે આ બાકીની ત્રણ ટીમોએ ઓછામાં ઓછું 1 ટાઇટલ જીત્યું છે. આવી સ્થિતિમાં હવે CSK, MI અને GTની નજર ફરી ટ્રોફી જીતવા પર હશે.
ત્રણ વર્ષથી આ ત્રણેય ટીમોએ IPL પર રાજ કર્યું છે
વર્ષ 2020 થી 2023 સુધી આ ત્રણેય ટીમોએ IPL પર રાજ કર્યું છે. જણાવી દઈએ કે 2020માં, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે 5મી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો તો 2021માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથી વખત ચેમ્પિયન બની. આ સિવાય વર્ષ 2022માં તેમની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે અદ્ભુત પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું હતું. હવે આ ત્રણમાંથી કોઈ એક ટીમ આ વર્ષે પણ ટ્રોફી જીતશે.
કઈ ટીમોએ હજુ સુધી IPL ટાઈટલ જીત્યું નથી?
આઈપીએલના ઈતિહાસમાં ઘણી ટીમોએ ભાગ લીધો છે, પરંતુ જો વર્તમાન ફ્રેન્ચાઈઝીની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ કુલ 4 ટીમો છે જેણે એક પણ ટ્રોફી જીતી નથી.આ વર્ષે એલએસજી સિવાય કોઈ ટીમ પ્લેઓફમાં પહોંચી નહતી.