બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 3 persons arrested for the crime of Surat cyber crime

કાર્યવાહી / હું પોલીસમાંથી છું, તમારા પર કેસ થયો છે', શાતિર ગઠિયાએ પડાવી લીધા 14 લાખ રૂપિયા! સુરતનો ચોંકાવનારો કેસ

Kishor

Last Updated: 08:22 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફિટ કરી દેવાની દાટી મારી આરોપીઓએ 14.77 લાખ પડાવી લીધાની ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે.

  • સુરત સાયબર ક્રાઈમમાં ચોંકાવનારી ફરિયાદ
  • નકલી પોલીસની ઓળખ આપી છેતરપિંડી
  • 14.77 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા ચકચાર

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. જેમાં આરોપીઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને ડોક્યુમેન્ટનો દુરુપયોગ થવાથી કેસ થયો છે તેવું કહી ધમકાવ્યો હતો. બાદમાં 14 લાખ રૂપિયા પડાવી લીધાનું બહાર આવ્યું છે. જોકે સમગ્ર કૌભાંડ ઉઘાડું પડ્યા બાદ સુરત સાયબર ક્રાઈમેં 3 આરોપીને અમદાવાદથી ઉઠાવી લીધા છે. 

Topic | VTV Gujarati


વીડિયો કોલ મારફતે આપી હતી ધમકી

ટેકનોલોજીના આ યુગમા લોકો પણ હવે અપગ્રેડ થઈ રહ્યા છે. બીજી બાજુ ભેજાબાજ ગઠિયાઓ પણ અલગ અલગ રીતો અપનાવી લોકોને સાયબર ક્રાઈમના શિકાર બનાવીને લોકો પાસેથી મનફાવે તેમ નાણાં ખંખેરી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવાના અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિએ પોલીસમાં ચકચારી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર તેમને 5 એપ્રિલ 2023ના રોજ વોટ્સએપ પર ફેડેક્ષ કુરિયર કંપનીમાંથી મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ અન્ય એક નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો અને વિડીયો કોલમાં એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં દેખાઈ રહ્યો હતો. 

Topic | VTV Gujarati


સાયબર ક્રાઇમ પોલીસે 3ને ઝડપ્યા
તેની પાછળ ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાઈ રહ્યું હતું અને ગઠિયાઓએ પોલીસ તરીકે પોતાની ઓળખ પણ આપી હતી. બાદમાં કહ્યું કે તમારા નામથી  ફેડેક્ષ કુરિયર કંપનીમાંથી એક પાર્સલ કેનેડા મોકલવામાં આવ્યું છે. જેમાં તમારા નામના ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે અને આનાજ કારણે તમારા પર સાયબર ક્રાઇમ ઇન્કમટેક્સ અને નાર્કોટિક્સની કલમ હેઠળ અલગ અલગ પ્રકારના કેસો બનશે. જો તમારે આ કેસથી બચવું હોય તો કોર્ટમાંથી તમારે આગોતરા જામીન લેવા પડશે. તેવું જણાવ્યું હતું.

અમદાવાદના ત્રણ યુવકની ધરપકડ

પોલીસ કેસની ધમકીને પગલે ફરિયાદી ડરી ગયા હતા અને આગોતરા જામીન માટે વકીલની ફી ટ્રાન્સફર કરવી પડશે. તેવું કહી ગઠીયાઓએ વકીલની ફી પેટે ટુકડે ટુકડે 14,76,700 ટ્રાન્સફર કરાવી દીધા હતા. બાદમાં ફરિયાદીને છેતરપિંડીનું ભાન થતા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી ત્રણ આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી લીધી હતી. રજા અહેમદ પઠાણ, મોહમ્મદ જાવેદ શેખ અને મોહમ્મદ આલિશ નામના આ ત્રણેય આરોપીઓ અમદાવાદના રહેવાશી છે. હાલ 8,10,200 રૂપિયાની રકમ સિઝ કરાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ