બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 maternal deaths in a single week at Tulip Hospital, Manavdar

બેદરકારી! / માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત, કહ્યું 'અમને દર્દીની જોડે જ ન જવા દીધા'

Priyakant

Last Updated: 04:28 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manavadar Hospital News : ત્રણ પરિવારની માનવ જિંદગી હોમાય જતા પરિવારજનોએ ડોક્ટર સામે કાર્યવાહી કરવા માણાવદર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી દાખલ કરી

  • માણાવદરમાં એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મૃત્યુ
  • માણાવદરમાં મૃત્યુ મામલે ફરિયાદ
  • ડૉકટર પર પરિવારનો બેદરકારીનો આક્ષેપ

Manavadar Hospital News : માણાવદરમાં ખાનગી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ મથકમાં અરજી થતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં કથિત રીતે 3 પ્રસૂતાના મોત થયા છે. જેને લઈ હવે મૃતકોના પરિજનોએ માણાવદરમાં ખાનગી હોસ્પિટલનાં ગાયનેક ડોક્ટરની બેદરકારીને કારણે ત્રણ-ત્રણ માનવ જિંદગી હોમાઈ જતા ડોક્ટર સામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે. 

મૃતકોના પરિજનોએ શું કહ્યું અરજીમાં ? 
માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં કથિત રીતે 3 પ્રસૂતાના મોત બાદ હવે પરિજનોએ પોલીસ મથકે અરજી કરી છે. જે મુજબ અરજીમાં જણાવ્યું છે કે, માણાવદર બાવાવાળી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ માનવ જિંદગી હોમાઈ જતા હોસ્પિટલના ડૉ. જયદીપ ભાટુ અને ડૉ. દિશા ભાટુ  અનેલેબ ટેકનીશ્યન ભુમીબેન સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. 

ડોક્ટરોએ ઓપરેશન વખતે પણ બેદરકારી દાખવી? 
આ લેખિત ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોએ ઓપરેશન વખતે પણ બેદરકારી દાખવી છે. ઓપરેશન વખતે એક ડોક્ટર આવેલ ન હોવા છતાં અમારી પાસે તે ડોક્ટરનો પણ ચાર્જ વસૂલ કરેલ છે. ઉપરાંત પોતાની જ લેબોરેટરીમાં કોઈ પેથોલોજીસ્ટ ન હોવા છતાં પણ લેબોટરીના રિપોર્ટ પણ કરવામાં આવેલ હતા ત્યારે આવા ઈરાદાપૂર્વક કૃત્ય સામે તેની સામે કાયદેસર ગુનો નોંધવા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરવામાં આવી હતી.

શું કહ્યું ડોક્ટરોએ ? 
આ સમગ્ર બાબતે ડોક્ટરને પૂછતા તેમના પર લગાવેલ દરેક આક્ષેપો પાયા વિહોણા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ પ્રસૂતાના મૃત્યુ તેમની શારીરિક નબળાઈઓના કારણે થયા હોવાનો લુલો બચાવ ડોક્ટર કરી રહ્યા છે. આ સાથે એનેસ્થેસિયા આપવા ડોક્ટર ના આવેલા હોવાનો પરિવારજનોનો આક્ષેપ પણ ખોટો હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. જોકે હવે આ મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે તેવું પરિજનોનું માનવું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ