બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 3 good news for Modi government, GST collection record breaking in Gujarat including the country

ગુડ ન્યૂઝ / મોદી સરકાર માટે 3 ખુશખબરી, GST કલેક્શન દેશ સહિત ગુજરાતમાં પણ રેકોર્ડબ્રેક, સત્તાવાર આંકડાઓ રજૂ

Vishal Khamar

Last Updated: 10:10 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2023માં GST આવક 11% વધીને લગભગ 1.60 લાખ કરોડ રૂપિયા થઈ છે. ત્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે ઓગસ્ટ 2022માં GST આવક રૂ. 1,43,612 કરોડ હતું. જ્યારે જુલાઈમાં આવક રૂ. 1,65,105 કરોડ નોંધાયું હતું.

  • GSTની આવક માત્ર ઓગસ્ટ 2023માં વધારો
  • ઓગસ્ટ 2022 કરતા ઓગસ્ટ 2023માં GSTની આવક 22 ટકા વધી 
  • રાજ્યને ઓગસ્ટ 2023મા વેટની રૂપિયા 2615 કરોડની આવક થઈ 

 2023 માં GST ની આવકમાં વધારો થયો છે. ત્યારે ઓગસ્ટ 2022 કરતા ઓગસ્ટ 2023 માં GST ની આવક 22 ટકા વધી છે. ત્યારે ઓગસ્ટ 2023 માં રાજ્યને GST  હેઠળ રૂપિયા 4933 કરોડની આવક થઈ છે. જ્યારે ગત ઓગસ્ટ 2022 માં ગુજરાત રાજ્યને રૂપિયા 4054 કરોડની આવક થઈ હતી.  વર્ષ 2022-23 માં રાજ્યને પ્રથમ પાંચ માસમાં 35890 કરોડની આવક થઈ છે. રાજ્યને ઓગસ્ટ 2023 માં વેટની રૂપિયા 2615 કરોડની આવક થઈ છે. જ્યારે ઓગસ્ટ 2023 માં રાજ્યને વેટ અને GST હેઠળ કુલ રૂપિયા 7548 કરોડની આવક થવા પામી છે.

સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે અને તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે એક સાથે ત્રણ સારા સમાચાર લઈને આવ્યો છે.  જીડીપીથી લઈને જીએસટીની આવક સુધી સરકારને મોટી રાહત મળી છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 26 મા મહિને સતત વધી રહ્યો છે. ચાલો એક પછી એક જાણીએ કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સારા સમાચારો વિશે.
સરકારી તિજોરી ફરી એકવાર GSTથી છલકાઈ
સારા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર માટે ઓગસ્ટ મહિનો શાનદાર સાબિત થયો છે. ઓગસ્ટ 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના રેકોર્ડ આવકથી સરકારની તિજોરી ભરાઈ ગઈ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે,  ઓગસ્ટ 2023માં GST ની આવક 11 ટકા વધીને આશરે રૂ. 1.60 લાખ કરોડ થઈ છે.
ઓગસ્ટ 2022માં GST ની આવક રૂ. 1,43,612 કરોડ
ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે ઓગસ્ટ 2022માં GST ની આવક રૂ. 1,43,612 કરોડ હતી. સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આંકડા અગાઉના મહિનાઓની જેમ વાર્ષિક ધોરણે 11 ટકાના વધારાની રેન્જમાં છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈ 2023માં GST કલેક્શન 1,65,105 કરોડ રૂપિયા નોંધાયું છે.

જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું
જીએસટીની આવકના તાજેતરના આંકડા પણ રાહત આપનાર છે. કારણ કે આ સતત પાંચમી વખત છે. જ્યારે જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે.  જો કે હજુ સુધી GSTનો સંપૂર્ણ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. મહેસૂલ સચિવે માત્ર વસૂલાતની જ માહિતી આપી છે. અત્રે જણાવવાનું કે દેશમાં વર્ષ 2017માં GST લાગુ થયા બાદ આ વર્ષે એપ્રિલ 2023માં સૌથી વધુ GST ની આવક થવા પામી છે.  આ આંકડો 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
માર્ચ-2023 માં ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા 
બીજા સારા સમાચાર GDP  ને લઈને સામે આવી રહ્યા છે.  વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન 2023) જીડીપી વૃદ્ધિ 7.8 ટકા રહી છે. અગાઉ માર્ચ-2023 માં ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા હતો. જ્યારે ગયા વર્ષે જૂનનાં ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 13.1 ટકા નોંધાયો હતો. દેશનો જીડીપી ગ્રોથનો આ આંકડો ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ એપ્રિલ-જૂનનાં ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 8.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. તો બીજી તરફ, તમામ રેટિંગ એજન્સીઓએ તે 7.8-8.5 ટકા વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો હતો.
નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા
પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડાઓ જાહેર કરવા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિએ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરી છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા હતો. GDP વૃદ્ધિમાં વેગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મૂડી ખર્ચ, મજબૂત વપરાશ સંબંધિત માંગ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ઉછાળા માટે તિજોરી ખોલવામાં પણ પ્રતિબિંબિત થાય છે. 

મેન્યુફેક્ચરિંગ PMI 3 મહિનાના ઉચ્ચ સ્તરે
ત્રીજા સારા સમાચાર વિશે વાત કરીએ તો, 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતના ઉત્પાદન ક્ષેત્રની ગતિ ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં, S&P ગ્લોબલ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 58.6ની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આ સતત 26મો મહિનો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ PMI 50 ના સ્તરથી ઉપર છે. નોંધનીય છે કે PMI 50 થી ઉપર છે તે પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને વિસ્તરણ સૂચવે છે, જ્યારે તેનો 50 ની નીચે ઘટાડો સેક્ટર પ્રવૃત્તિઓમાં સંકોચન સૂચવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ