બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 3 days traffic police special drive will be conducted in Ahmedabad to wear seat belt

નિયમ / હવે સીટ બેલ્ટ વિના ફરવા નીકળ્યા તો ગયા સમજો, ગુજરાતનાં આ શહેરમાં 3 દિવસ પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ

Dhruv

Last Updated: 03:32 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ કાર લઇને બહાર નીકળતા પહેલાં ચેતી જજો નહીં તો દંડાઇ શકો છો. કારણ કે અમદાવાદમાં 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવશે.

  • કારમાં સીટ બેલ્ટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ
  • અમદાવાદમાં ચાલશે 3 દિવસની સીટ બેલ્ટ ડ્રાઈવ
  • ઝુંબેશમાં સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવશે

મંગળવારના રોજ કેન્દ્ર સરકારે કારમાં બેઠેલ દરેક વ્યક્તિ માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત કરી દીધો છે. જો કોઇ સીટ બેલ્ટ વિના પકડાશે તો તુરંત તેનું ચલણ કપાશે. એટલે કે તેને દંડ ભરવો પડશે. ત્યારે હવે અમદાવાદમાં પણ 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જેમાં 3 દિવસની આ ઝુંબેશમાં લોકોને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવશે.

સલામતી માટેનો આ નિર્ણય સારો છે: સ્થાનિક

મહત્વનું છે કે, અમદાવાદીઓએ પણ કેન્દ્ર સરકારના કારમાં પાછળની સીટ ઉપર સીટ બેલ્ટ ફરજિયાત પહેરવાના નિર્ણયને આવકાર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, 'સલામતી માટે આ નિર્ણય સારો છે.'

સાયરસ મિસ્ત્રીના મોતના કારણે અમે આ નિર્ણય લીધો: ગડકરી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારના રોજ મીડિયા ઇવેન્ટને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, 'હવેથી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો રહેશે. સાયરસ મિસ્ત્રીના મોત બાદ ગઇકાલે કેન્દ્ર સરકારે બેકસીટ યાત્રીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો હતો. એટલે કે હવેથી કારમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ જરૂરી છે. મીડિયા કાર્યક્રમને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, "એક કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના કારણે અમે આ નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ બીપ સિસ્ટમ હશે.'

વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'સરકાર વ્હિકલ નિર્માતાઓ માટે પાછળની સીટો માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ મૂકવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તમામ વાહન ઉત્પાદકો માટે માત્ર આગળની સીટના મુસાફરો માટે જ સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવાનું ફરજિયાત છે.'

3 દિવસની અંદર ઓર્ડર બહાર પાડવામાં આવશે 

આ મુદ્દે નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નિયમનો ભંગ કરનારાઓ અને આ નિયમનો ભંગ કરનારાઓને દંડની સજા કરવામાં આવશે. સીટ બેલ્ટ ન હોવા બદલ ચલણ (શિક્ષાત્મક દંડ) ને મંજૂરી આપવામાં આવશે. આ આદેશનો અમલ 3 દિવસની અંદર કરાવવામાં આવશે.

સાયરસ મિસ્ત્રીનું પણ સીટ બેલ્ટ ન બાંધવાના કારણે મૃત્યુ થયાનું અનુમાન

ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓની કાર મુંબઈ નજીક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ ન હોતો બાંધ્યો.

જાણો શું છે હાલનો નિયમ?

કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989)ની કલમ 138(3) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવી છે. અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે જ 5 સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠલા યાત્રિકોના ફેસ સામે બાજુ છે, તેમાં કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ લગાડવો જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ