બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 3 cylinders will be provided free to every family says pramod sawant goa cm

ફાયદો / અહીં દરેક પરિવારને વર્ષના ત્રણ ગેસ સિલિન્ડર મળશે ફ્રી, સત્તામાં આવતાં જ CM એ કરી મોટી જાહેરાત

Mayur

Last Updated: 02:26 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકીય પક્ષો હવે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હિતકારી પગલાં લેવાની જે હોડ જામી છે તે દેશ માટે એક પોઝિટિવ બાબત છે.

  • ગોવામાં ભાજપ સરકારની મોટી જાહેરાત 
  • દરેક પરિવારને વાર્ષિક ત્રણ ત્રણ સિલિન્ડર મફત 
  • સતત બીજી વખત મુખ્યમંત્રી બનતા જ પ્રમોદ સાવંતે કરી જાહેરાત 

રાજનૈતિક પાર્ટીઓમાં હવે સામાન્ય માણસને ફાયદો થાય એ પ્રકરનાં નિર્ણયો લેવાની જાણે હોડ જામી છે. આમ આદમી પાર્ટીના પગલે હવે ભાજપ સરકાર પણ એ પ્રકારના નિર્ણયો લેતી હોય એવું દેખાઈ રહ્યું છે. 

આવો જ એક નિણર્ય ગોવામાં તાજેતરમાં જ બનેલી સરકારનો સામે આવ્યો છે. જેના અંતર્ગત હવે દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર દરેક પરિવારને આપવામાં આવશે. 

ગોવામાં ભાજપ સરકાર દ્વારા હવે જનતાના હિતનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પ્રમોદ સાવંત બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી 24 કલાકની અંદર અંદર ગોવા કેબિનેટમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યોમાં દરેક પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. 

ખરેખર તો ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જ આ વાયદો કર્યો હતો અને સરકાર બન્યાના 24 કલાકમાં જ તેમણે પોતાનો વાયદો પૂરો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર આ નિર્ણય આગામી એપ્રિલ મહિનાથી લાગુ કરશે અને એટલા માટે એપ્રિલ થી નેક્સ્ટ માર્ચ સુધી દરેક પરિવાર ત્રણ રાંધણ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંની નવી કેબિનેટની પહેલી જ બેઠકમાં તેઓની અધ્યક્ષ દરમિયાન તેમણે જાહેર કર્યું હતું. કેબિનેટમાં પ્રમોદ સાવંત સિવાય આઠ અન્ય મંત્રીઓ સામેલ છે. પ્રમોદ સાવંત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે. 

સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી

પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સાવંતને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. પ્રમોદ સાવંત 2017માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ સીએમ બન્યા હતા. સાવંતના શપથગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોની મુખ્યમંત્રી અને કેટલાય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.આ સ્ટેડિયમમાં થનારા કાર્યક્રમમાં 10,000થી લોકો જોડાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ