બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 3 Al-Qaeda suspects on 7-day police remand, ATS nabs from Ahmedabad

કાર્યવાહિ / અલકાયદાના 3 સંદિગ્ધો 7 દિવસના પોલીસ રિમાન્ડ પર, ATSએ અમદાવાદમાંથી ઝડપ્યાં હતા

Vishal Khamar

Last Updated: 09:10 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકવાદી પ્રવૃતિને રોકવામાં ગુજરાત ATS એ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાતા ત્રણેય આરોપીઓનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • આતંકવાદી પ્રવૃત્તિને રોકવામાં ગુજરત ATS એ વધુ 3 આરોપીની કરી ધરપકડ
  • ATSએ આરોપી જહાંગીર,અઝરૂલ ઇસ્લામ,આકાશ ખાનને મેટ્રો કોર્ટમાં કર્યા રજૂ
  • મેટ્રો કોર્ટે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

આતંકવાદી પ્રવૃતિને રોકવામાં ગુજરાત ATS એ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. ATS એ આરોપી જહાંગીર, અઝરૂલ ઈસ્લામ, આકાશ ખાનને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો.  મેટ્રો કોર્ટે ત્રણેય આરોપીઓનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ માટે ATS એ 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે રિમાન્ડ માટે ATS  એ 11 વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા 46 હજાર રૂપિયા ક્યાંથી ઉઘરાવ્યા તેની તપાસ જરૂરી છે.  આરોપીએ એક મોબાઈલ નારોલ વિસ્તારમાં ફેક્યો હોવાની તપાસ આરોપીઓને સાથે રાખી કરવી જરૂરી છે. ત્યારે ત્રણેય આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓએ અલ કાયદા સાથે રહી ભારતમાં ક્યાં આંતકવાદી કૃત્યને અંજામ આપવામાં હતા તે તપાસ જરૂરી છે. તેમજ  આરોપીઓએ કેટલા લોકોને અલ કાયદામાં જોડ્યા તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે.  

યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર
અત્રે તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી આ સમગ્ર ષડયંત્ર ચાલતું હતું, જે ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યો હતો. વિદેશથી આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા હાથે લાગ્યાની માહિતી છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ષડયંત્રનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે.

નારોલમાંથી 3 શકમદ યુવકોની એટકાયત કરી હતી
સૂત્રો પાપ્ત વિગતો મુજબ ગત રોજ ગુજરાતમાં આંતકી હુમલા મામલે આઈબીનું એલર્ટ હતું જે મામલે એટીએસએ ચક્રોગતિમાન કર્યો હતા અને જે બાદ ગુજરાત ATSએ નારોલમાંથી 3 શકમદ યુવકોની એટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, ત્રણય શખ્સો બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસમાં પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની પણ આંશકા ગઈ હતી. જે મામલે પણ એટીએસ સામે ખુલાસો થયો હતો, જે મામલે ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ