બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 29 New Corona Cases: Concerns over the number of active cases in the state

કોરોનાની સ્થિતિ / 29 નવા કોરોનાના કેસઃ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યાએ વધારી ચિંતા

Mehul

Last Updated: 08:59 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  કોરોનાના નવા  29 કેસ નોંધાયા છે.તો એક્ટીવ કેસની સંખ્યા હજુ પણ ગભરાટ ફેલાવવા માટે પુરતી છે તેમ કહી શકાય. રાજ્યમાં 231 કેસ હજુ પણ એક્ટીવ.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 કેસ 
  • એક્ટીવ કેસની સંખ્યા ચિંતા જનક બને 
  • 1 થી 5ની શાળા હમણાં નહિ થાય શરુ 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  કોરોનાના નવા  29 કેસ નોંધાયા છે.તો એક્ટીવ કેસની સંખ્યા હજુ પણ ગભરાટ ફેલાવવા માટે પુરતી છે તેમ કહી શકાય. રાજ્યમાં 231 કેસ હજુ પણ એક્ટીવ છે. જ્યારે   4 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ રહ્યા છે. એક મોટી રાહત ભરી  વાત એ છે કે, એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. રાજ્યમાં અત્યાર સુધી 10090 મૃત્યુ થયા છે.તો ડિસ્ચાર્જ  દર્દીઓની સંખ્યા 816654 થઇ છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે.જ્યારે કેસના આંકડામાં અમદાવાદમાં 15,વડોદરામાં 4, વલસાડમાં 5,અને સુરતમાં 3,જામનગર-ખેડામાં 1 -1 કેસ નોંધાયા છે.  

સંક્રમણ વધવાની દહેશતે 1 થી 5 ના વર્ગ નહિ થાય શરુ 

ગુજરાતમાં કોરોના સંક્રમણના  કેસ દિન પ્રતિદિન વધતા જવાની ભીતિ છે ત્યારે, મહાનગર પાલિકાએ દીપાવલીના તહેવારો બાદ આજથી ટેસ્ટીંગ પ્રક્રિયામાં વધારો કર્યો છે.આટલું જ નહિ, દીપાવલીના વેકેશન બાદ બહાર ફરીને આવેળા નાગરીકોનું પણ ટેસ્ટીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ જેવા શહેરોમાં ટેસ્ટીંગ બૂથ ફરીથી ખુલવા લાગ્યા છે.ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક કરી હતી. આ સાથે તેઓએ રાજ્યના વિવિધ જીલ્લાઓના કોરોના સંક્રમણની સ્થિતિના આંકડાથી વાકેફ થઈને જિલ્લાવાર સમીક્ષા કરી હતી.હાલની સ્થિતિ એ કોરોના સંક્રમણ  વધશે તો ધોરણ 1 થી 5નાં વર્ગો શરુ નહિ  કરવામાં આવે. સાથોસાથ,કોરોનાના કેસ પર  નિયંત્રણ લાદવા અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપી હતી.

સંકલન બાદ જ લેવાશે નિર્ણય 

ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ  એક સપ્તાહની જ વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે.  ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના  આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.

બાળકોના વેક્સીન અંગે કેન્દ્રની સુચના પ્રમાણે કામ થશે શિક્ષણ 

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં  આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે
  
અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

ગત સપ્તાહે  શિક્ષણ મંત્રીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ