બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2.76 lakh candidates will give TET-2 exam today across Gujarat

ઓલ ધ બેસ્ટ / ગુજરાતભરમાં આજે TET-2ની પરીક્ષા, એકસાથે 2.76 લાખ ઉમેદવારો આપશે Exam

Malay

Last Updated: 07:44 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે.

 

  • આજે રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યોજાશે
  • ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા
  • 6 વર્ષ બાદ યોજાઈ રહી છે ટેટ-2 પરીક્ષા

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આજે અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET 2ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.

બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ 
રાજ્યના 8 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થશે. 

No description available.

સમગ્ર રૂટ પર રખાશે નજર
આ ટેક્નોલોજી મારફતે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી જીપીએસ સિસ્ટમના દાયરામાં પહોચશે. પ્રશ્નપત્રના સમગ્ર રૂટ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન મારફતે નજર રખાશે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમથી પ્રશ્નપત્ર નીકળે ત્યારે અને કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીના ફોટોગ્રાફ પણ એપ્લિકેશનમાં અપલોડ થશે.

આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.  પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET-2 રવિવાર (23 એપ્રિલ, 2023)એ યોજાવાની છે.  તેમણે જણાવ્યું હતું કે,  કલેક્ટર અને વહિવટી વિભાગે દરેક કેન્દ્ર માટે ઓબ્ઝર્વર અને સુપરવાઈઝર નિમ્યાં છે. પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ ઉમેદવારો કે અન્ય કોઈપણ વ્યક્તિ મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

ગત રવિવારે યોજાઈ હતી ટેટ-1ની પરીક્ષા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ