બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 27 inmates of Lajpore Jail will take the exam, finalizing the preparation

સુરત / અજ્ઞાનતાની બેડી તોડવાની કવાયત લાજપોર જેલના 27 કેદીઓ પરીક્ષા આપશે, તૈયારીને આખરી ઓપ

Kishor

Last Updated: 12:02 AM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની લાજપોર જેલમાંથી આ વખતે 27 કેદીઓ અજ્ઞાનતાની બેડી તોડવા અને પોતના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવવા માટે બોર્ડની પરીક્ષા આપશે.

  • અજ્ઞાનતાની બેડી તોડવાની કવાયત
  • લાજપોર જેલના 27 કેદીઓ પરીક્ષા આપશે
  • બોર્ડની પરીક્ષા માટે તૈયારીને આખરી ઓપ

કોઈને ગુનો કરવાનો શોખ નથી હોતો. જેલમાં કેટલાક એવા કેદીઓ પણ હોય છે જેઓ અજ્ઞાતનાવશ ક્ષણિક આવેશમાં ગુનો આચરીબેઠા હોય છે અને પછી જેલવાસ વેઠવાનો વારો આવ્યો હોય છે. ત્યારે સુરતની લાજપોર જેલમાંથી આ વખતે 27 કેદીઓ અજ્ઞાનતાની બેડી તોડવા અને પોતના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવવા માટે બોર્ડની પરીક્ષા માટે તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. 

જ્ઞાનનો દીપ પ્રગટાવવા સરસ્વતીની સાધના
અજ્ઞાનના પિંજરામાંથી બહાર આવવા સુરત જિલ્લાની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ કવાયત કરી રહ્યા છે. કેમ કે, હોંશના અભાવ અને અજ્ઞાનના પ્રભાવના કારણે જ અનેક યુવાનો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. પરંતુ હવેએ પિંજરામાંથી બહાર આવવાની તેમને તક સાંપડી છે અને એ માટે આ યુવાનો છેલ્લાં ઘણા દિવસથી જ્ઞાનનો દીપ પ્રગટાવવા સરસ્વતીની સાધના કરી રહ્યા છે. 14મી માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની શરૂ થવા જઈ રહી છે. સુરતની રાજપોર જેલના કેટલાક કેદીઓ પણ પરીક્ષા આપવાના છે.

27 જેટલા કેદીઓ કરી રહ્યા છે પરીક્ષાની તૈયારી 

આ માટે છેલ્લાં આઠ મહિનાથી જેલના 27 જેટલા કેદીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. હવે પરીક્ષા આડે ગણતરીના કલાકો બાકી હોય તેઓ તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. કેદીઓને પરીક્ષાની તૈયારી માટે જેલ વહીવટી તંત્રએ ખૂબ સરસ વ્યવસ્થા ઊભી કરી આપી છે. કોચિંગક્લાસ અને સબજેક્ટવાઇઝ ફેકલ્ટી દ્વારા પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન અને શિક્ષણ અપાઈ રહ્યું છે. જેથી કેદીઓના ચહેરા પર ખુશી અને સંતોષ સાથે ઉજળા ભવિષ્યની આશા જોવા મળી રહી છે.

જેલ વહીવટી તંત્રનો ઉદેશ્ય

સુરતની હાઈટેક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં સામાન્યથી લઈ ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓ, કાચા અને પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે કેદીઓને વ્યવસાયિક તાલીમ સહિત શિક્ષણ પૂરું પાડીને તેમનું ઉત્થાન કરવાનો જેલ વહીવટી તંત્રનો ઉદેશ્ય છે..આથી.જેલમાં અલગ અલગ ગુનામાં આવતા આરોપીઓને સુધારવા માટે જેલ પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે. જેમાંથી એક પ્રયાસ આ પણ છે. આપને જણાવી દઈએ કે, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટીએ હમણાં સુધી રાજ્યની અન્ય જેલો કરતાં સુરતની લાજપોર જેલનું પરિણામ 100 ટકા રહ્યું છે. ત્યારે આ વખતે કેવું પરિણામ હશે તે જોવું રહ્યું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ