બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 27 Christians from Meghalaya stuck in Jerusalem, says CM Conrad Sangma

યુદ્ધ / ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધની વચ્ચે ફસાયેલા 27 ભારતીયોનું હવે શું થશે? જાણો કોણ છે, કેમ ગયા હતા?

Hiralal

Last Updated: 08:55 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધની વચ્ચે મેઘાલયના 27 ખ્રિસ્તીઓ પવિત્ર શહેર જેરુસલેમમાં ફસાયા છે. આ તમામ યાત્રા માટે ગયા હતા એ દરમિયાન અચાનક યુદ્ધ શરું થઈ ગયું હતું.

  • ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધની વચ્ચે ફસાયા 27 ભારતીયો
  • પવિત્ર શહેર જેરુસલેમની યાત્રાએ ગયા હતા
  • તમામ મેઘાલયના ખ્રિસ્તીઓ છે
  • સીએમ કોનરાડ સંગમાએ ટ્વિટ કરીને માહિતી આપી

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે મેઘાલયના 27 યાત્રાળુઓ જેરુસલેમમાં ફસાયેલા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે. તેમણે પોતાના હેન્ડલ પરથી લખ્યું છે કે મેઘાલયથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમની યાત્રાએ ગયેલા 27 નાગરિકો ત્યાં અટવાયા છે. કોનરેડ સંગમાએ લખ્યું છે કે તેમના સહિસલામત પાછા આવવા પર હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું. 

મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટ કર્યું 
મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ લખ્યું છે કે મેઘાલયના 27 લોકો બેથલહેમ શહેરમાં ફસાયેલા છે . આ તમામ નાગરિકો થોડા દિવસ પહેલા મેઘાલયથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમની મુલાકાતે ગયા હતા. ટ્વીટ કરતી વખતે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ મંત્રાલયને પણ ટેગ કર્યા છે. 

ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી
ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી હતી. જેમાં ભારતીયોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. 

યુદ્ધની શરુઆત કેવી રીતે થઈ 
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે પેલેસ્ટાઈન આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 20 મિનિટમાં 5,000 રોકેટ છોડ્યા હતા. તેમણે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લશ્કરી વાહનો પણ ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ