બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 26/11-like attack plot exposed during G-20 in Gulmarg

પર્દાફાશ / 26/11 જેવા હુમલાનું કાવતરું ઉઘાડું પડ્યું, કાશ્મીરમાં G-20 વખતે હોટલમાં ઘુસીને હુમલાનો હતો પ્લાન, આતંકી ઝડપાયો

Kishor

Last Updated: 07:00 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકવાદી સંગઠનોએ ગુલમર્ગમાં જી-20 દરમિયાન 26/11 જેવા હુમલાનું કાવતરું રચ્યું હોવાનો પર્દાફાશ થતા કાર્યક્રમની વર્કિંગ ગ્રૂપ કોન્ફરન્સમાં બદલાવ કરાયો છે.

  • જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપ કોન્ફરન્સમાં અંતની ઘડીએ બદલાવ
  • 26/11 જેવા હુમલાના કાવતરાનો પર્દાફાશ
  • ફારૂક અહેમદ વાનીએ અનેક ખુલાસા કર્યા 

જમ્મુ અને કાશ્મીરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપ કોન્ફરન્સના કાર્યક્રમમાં સુરક્ષા દળોએ અંતની ઘડીએ બદલાવ કર્યો છે. વાસ્તવમા એવા ઈનપુટ મળ્યા હતા કે આતંકવાદી સંગઠનોએ ગુલમર્ગમાં જી-20 દરમિયાન 26/11 જેવા હુમલાનું કાવતરું રચ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના માર્ગદર્શન હેઠળ આ ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા હતા. જેને લઈને એજન્સીઓએ સતર્ક બની પોશ હોટલમાં કામ કરતા ઓવર-ગ્રાઉન્ડ વર્કરને દબોચી લીધો હતો. જેના ખુલાસા બાદ કાર્યક્રમમા ફેરફાર કરાયો છે.

અનંતનાગમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો  પર્દાફાશ, 3 આતંકવાદીઓ ઝડપાયા | Anantnag Police have busted two terror  modules And 3 hybrid ...


G-20 નજીક લોખંડી સુરક્ષા વ્યવસ્થા
બીજી તરફ આ મામલે સતર્કતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સાવચેતીના ભાગરૂપે G-20 નજીક લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા જી-20 બેઠકને લઈને ચાલી રહેલી અફવાઓ વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે તેમજ અમુક શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરો જાહેર કરી પબ્લિક એડવાઇઝરી બહાર પદાઇ છે. OGW એ એવા લોકોનો સમૂહ છે જે આતંકવાદીઓને રોકડ, આશ્રયસ્થાન અને અન્ય વ્યવસ્થા આપીને મદદ કરે છે. વધુમાં તે જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો માટે કામ કરે છે.

ફારૂક અહેમદ વાનીએ અનેક ખુલાસા કર્યા 

સુરક્ષા દળો એપ્રિલમાં બારામુલ્લાના હૈગામ સોપોરનો વતની અને ફાઈવ સ્ટાર હોટલમાં ડ્રાઈવર તરીકે કામ કરાતા ફારૂક અહમદ વાનીને શકમંદ તરીકે ઉઠાવી લીધો હતો. શ્રીનગરથી લગભગ 45 કિમી દૂર સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ પંચતારા હોટેલમાં ડ્રાઇવર પર આતંકવાદી સંગઠનો સાથે OGW તરીકે સંકળાયેલો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યા છે. 
 

સરહદ પારના ISI અધિકારીઓના સીધા સંપર્કમાં

ઉપરાંત તે સરહદ પારના ISI અધિકારીઓના સીધા સંપર્કમાં પણ હતો. જેથી તેની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા છે. તેના જણાવ્યા અનુસાર આતંકીઓ આતંકવાદીઓ 26 નવેમ્બર, 2011ના રોજ મુંબઈમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની જેમ જ હોટલમાં ઘુસી વિદેશી મહેમાનો સહિત ના લોકોને નિશાન બનાવવાનો પ્લાન હતો. વધુમાં જી-20 દરમિયાન આતંકવાદીઓ કાશ્મીરમાં બે થી ત્રણ જગ્યાએ હુમલો કરવાની તૈયારીમાં હોવાનું પણ દાવો કરાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ