બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 22 Lakhs in Agriculture Officer Exam aspirants set

ઘટસ્ફોટ / ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! ખેતી અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ 22 લાખમાં સેટિંગ પાડ્યું, ઓડિયો ક્લિપ વાયરલ થતા હડકંપ

Priyakant

Last Updated: 12:41 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dantiwada Agricultural University News: બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી મદદનીશ અને ખેતી અધિકારીની પરીક્ષામાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું આવ્યું સામે

  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં કૌભાંડ
  • રૂપિયા આપનાર ઉમેદવારોને પાસ કરવાનું કૌભાંડ
  • ઓડિયો ક્લિપમાં 22 લાખમાં સેટિંગ થયાનો ખુલાસો

બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં કથિત કૌભાંડની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ખેતીવાડી મદદનીશ અને ખેતી અધિકારીની પરીક્ષામાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા હડકંપ મચી ગયો છે. ઓનલાઈન યોજાયેલી આ પરીક્ષામાં 22 લાખ ખર્ચી સેટિંગબાજ ઉમેદવારો પાસ થયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં 22 લાખનું સેટિંગ થયું હોવાની વાતચીત સામે આવતા સમગ્ર કેસમાં તપાસ થાય તે માટે અરજદાર દ્વારા અરજી કરાઈ છે. 

શું છે સમગ્ર મામલો ? 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ  દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 2021માં યોજાયેલી ખેતી મદદનીશ અને ખેતી અધિકારીની ભરતીની ઓનલાઈન પરીક્ષામાં સેટિંગ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ તરફ 22 લાખ આપનારા પાસ થયા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. 

File Photo

ઓડિયો ક્લિપ થઈ વાયરલ 
આ તરફ આ કથિત ભ્રષ્ટાચારની એક નહિ પણ 3-3 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જોકે VTV ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. વિગતો મુજબ નોકરી મેળવનારમાંથી એક વ્યક્તિની વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વાત કરી રહેલ ધ્રુવીલ પટેલ હાલમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એસ.એસ.કે.ભવનમાં ખેતી મદદનીશ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 
 
ખાનગી કંપનીને ઓનલાઇન પરીક્ષા યોજવાનો કોન્ટ્રાક્ટ
વિગતો મુજબ આ ઓનલાઈન પરીક્ષા યોજવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. આ સાથે હવે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે, તેમને સેટિંગબાજ ઉમેદવારોની વિગત પહેલાથી જ મળી ગઈ હતી. પરીક્ષા લેનાર કંપની અને તેમના મળતિયાઓએ પરીક્ષા કેન્દ્રમાં સ્ક્રીન સ્પ્લીન્ટરથી એક જ સીપીયુથી બે મોનીટર ઓપરેટ થાય તેવી સોફ્ટવેરના માધ્યમથી ગોઠવણી કરી હોવાનું પણ જિલ્લામાં ચર્ચાઇ રહ્યું છે. 

યુનિ.માં 58 જગ્યાઓ માટે યોજાઇ હતી પરીક્ષા 
વિગતો મુજબ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેતી મદદનીશની 43 અને ખેતી અધિકારી માટે 15 આમ કુલ 58 જગ્યાઓ માટે 4 ઓગસ્ટ-2021ના રોજ અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટરમાં ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ