બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 21-year-old bodybuilder dies from choking as a bread gets stuck in his throat

ખાતી વખતે ધ્યાન / આઘાતનો બનાવ : રોટલી ખાતાં ખાતાં 21 વર્ષીય બોડીબિલ્ડરનું થયું મોત, સાવધાની ન રાખી તેમાં ગયો જીવ

Hiralal

Last Updated: 07:59 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડુના સલેમ જિલ્લામાં એક બ્રેડ 21 વર્ષીય બોડીબિલ્ડરનો જીવ લઈ લીધો તેવી ચોંકાવનારી ઘટના બની છે.

  • તામિલનાડુના સલેમ જિલ્લાની ચોંકાવનારી ઘટના
  • 21 વર્ષીય બોડીબિલ્ડરનો બ્રેડે લીધો જીવ
  • મોટો ટુકડો ગળામાં ફસાઈ જતાં શ્વાન રુંધાયો

તામિલનાડુના સલેમ જિલ્લામાં બનેલી એક ઘટનામાં 21 વર્ષીય એક વ્યક્તિનું ગળામાં બ્રેડનો ટુકડો ફસાઇ જતાં ગૂંગળામણને કારણે મોત થયું હતું. આ યુવકે ખાવાનું ખાતી વખતે રોટલીનો મોટો ટુકડો લીધો અને પછી તે શ્વાસ ન લઈ શક્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું. રોટલી ગળામાં ફસાઈ જતા જે યુવાન મોતને ભેટ્યો છે તે બોડીબિલ્ડર હતો. 

ક્યાં બની ઘટના 
21 વર્ષીય બોડીબિલ્ડર સ્ટેટ લેવલની બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો હતો જે માટે તે વર્કઆઉટ સેશનમાં કરી રહ્યો હતો. અને આ દરમિયાન તેણે ચા નાસ્તા માટે થોડો બ્રેક લીધો હતો અને આ દરમિયાન તેણે બ્રેડનો એક મોટો ટુકડો મોં માં મૂક્યો હતો જેને કારણે તેનો શ્વાસ રુધાંઈ ગયો હતો અને તેનું મોત થયુ હતું. 

જમતી વખતે જરા પણ ઉતાવળ નહીં  
જ્યારે ગૂંગળામણ થાય છે, ત્યારે ગળા અથવા શ્વસન માર્ગમાં અવરોધ આવે છે. એટલા માટે જ ખાવાનું ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝડપથી ખાવાનું ન ખાશો, ધીમે-ધીમે અને આરામથી જમશો. સાથે જ ધ્યાન રાખો કે મોંમાં વધારે પડતો ખોરાક ન ખાવો, તેનાથી ગળવામાં મુશ્કેલી આવી શકે છે.

ગૂંગળામણ થાય તો શું કરવું?
જ્યારે તમારી આસપાસની વ્યક્તિ, ખાસ કરીને જ્યારે તમે સાથે જમતા હોવ ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્યારે તમારે તે સમયે થોડી હોશિયારીથી કામ કરવાની જરૂર છે અને સમજવું જોઈએ કે તે ખોરાકને કારણે ગૂંગળામણ અનુભવે છે. વ્યક્તિ શ્વાસ માટે હાંફી શકે છે, થોડી સેકંડ પછી સ્થિર થઈ શકે છે, શ્વાસ લેવામાં અવાજ કરશે અને પીળો પડી શકે છે. ગૂંગળામણને કારણે તે બોલી શકતો નથી, ઉધરસ કરી શકતો નથી કે શ્વાસ લઈ શકતો નથી. જો તમે કોઈને બેભાન અવસ્થામાં પડેલા જોશો તો ગૂંગળામણ થવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે.

આહારને યોગ્ય રીતે ન ચાવવાથી ગૂંગળામણ થઈ શકે છે
જમતી વખતે ભોજનને સારી રીતે પચાવીને ખાવું જોઈએ. સારી રીતે ન ચાવવાથી ભોજનના ટુકડા શ્વાસનળીને અવરોધી શકે છે જેને કારણે ગૂંગળામણ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ