બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / 2000 notes can be exchanged from today: From the limit of 20 thousand to bank rules, know in detail

કવાયત / આજથી એક્સ્ચેન્જ કરાવી શકાશે 2000ની નોટો: 20 હજારની લિમિટથી લઈને બૅન્કના નિયમો સહિત જાણો વિગતવાર

Priyakant

Last Updated: 07:27 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI 2000 Notes Decision News: રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકમાં કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં અને ન તો કોઈ ઓળખ પત્રની જરૂર પડશે

  • દેશભરમાં આજથી 2000 રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થશે
  • બેંકો ખુલતાની સાથે જ લોકો 2000 રૂપિયાની નોટ બદલી શકશે
  • RBIએ નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી
  • 20,000 રૂપિયા સુધીની 2000ની નોટો એક સાથે બેંકોમાં સરળતાથી બદલી શકાશે 

દેશભરમાં આજથી એટલે કે 23 મે અને સોમવારથી 2000 રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થશે. બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં જઈને તેમની પાસે ઉપલબ્ધ 2000 રૂપિયાની નોટ બદલી શકશે. રિઝર્વ બેંક (RBI) એ નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. 20,000 રૂપિયા સુધીની 2000ની નોટો એક સાથે બેંકોમાં સરળતાથી બદલી શકાશે. મહત્વનું છે કે, બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. પરંતુ આ માટે બેંકના ડિપોઝીટના નિયમોનું પાલન કરવું પડશે. 

RBIએ કહ્યું, કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી
રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકમાં કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં અને ન તો કોઈ ઓળખ પત્રની જરૂર પડશે. તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો. ભારતીય ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. નોટ એક્સચેન્જની પ્રક્રિયાને લઈને RBIની સૂચના મુજબ તમામ બેંકોએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

File Photo 

RBIના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને અપીલ કરી છે કે, તેઓ નોટ બદલવાથી ગભરાશો નહીં. લોકો પાસે 4 મહિનાથી વધુ સમય છે, તેઓ સરળતાથી કોઈપણ બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બદલી શકે છે. નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં જ 'ક્લીન નોટ પોલિસી' હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે.

બેંકોમાં ખાસ વિન્ડો વ્યવસ્થા
RBIએ કહ્યું છે કે, ઉનાળાની મોસમને ધ્યાનમાં રાખીને બેંકોએ લોકોને કેટલીક જરૂરી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. બેંકોને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શાખામાં સંદિગ્ધ પ્રતીક્ષા વિસ્તારની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત પીવાના પાણીની સુવિધા વગેરે જેવી યોગ્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. RBIની ગાઈડલાઈન મુજબ બેંકોમાં 2000ની નોટ બદલવા માટે અલગથી ખાસ વિન્ડો હશે, જ્યાં તમે 2000 રૂપિયાની નોટ સરળતાથી બદલી શકશો.

File Photo

ગ્રામીણ વિસ્તારોમાં કઈ રીતે નોટો બદલી શકાશે ? 
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્રમાં માત્ર 4000 રૂપિયા સુધીની 2000ની નોટ જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં અને વ્યવહારો કરવામાં મદદ કરે છે.

RBIની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં પણ નોટો બદલી શકાય છે. 

File Photo

જેમની પાસે ખાતું નથી તેઓએ કેવી રીતે નોટો બદલવી?
રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ