બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 200 year calendar by mouth to this girl from Sabarkantha, ask any date, answer is there in 20 seconds

ગજબ મેમરીપાવર / 200 વર્ષનું કેલેન્ડર સાબરકાંઠાની આ યુવતીને મોઢે, કોઇ પણ તારીખનો વાર પૂછો, 20 જ સેકન્ડમાં જવાબ હાજર

Priyakant

Last Updated: 09:30 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: હેલી પ્રજાપતિ 1901થી 2100 સુધીના કોઈપણ માસના કોઈપણ તારીખે કયો વાર આવે છે તે માત્ર 20 સેકન્ડમાં કહી બતાવે છે

  • સાબરકાંઠાના બડોલી ગામની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડરને યાદ 
  • વિદ્યાર્થીનીએ સતત મહાવરા ના પગલે 200 વર્ષનું કેલેન્ડર મોઢે કરી નાખ્યું 
  • 1901થી 2100 સુધી કોઈપણ તારીખે કયો વાર આવે છે તે20 સેકન્ડમાં કહી દે છે હેલી 

એક તરફ 21મી સદીમાં હરણફાળ ભરી રહેલા યુગ સાથે કદમ મિલાવવા આજની પેઢી યાદશક્તિ વધારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી. આ તરફ સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની વિદ્યાર્થીનીએ સતત મહાવરા ના પગલે 200 વર્ષનું કેલેન્ડર મોઢે કરી નાખ્યું છે. વાત જાણે એમ છે કે, આ વિદ્યાર્થીની 1901થી 2100 સુધીના કોઈપણ માસ ના કોઈપણ તારીખે કયો વાર આવે છે તે માત્ર 20 સેકન્ડમાં કહી બતાવે છે જેના પગલે ગ્રામ્ય કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી તેની વિશેષ પ્રસિદ્ધિ પહોંચી છે. 

સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની હેલી પ્રજાપતિ નામની વિદ્યાર્થીની આજની તારીખે યાદ શક્તિ માટે સાબરકાંઠા જિલ્લામાં મહત્વના નામ બની રહ્યું છે. હેલી પ્રજાપતિ હાલના તબક્કે વર્ષ 1901 થી 2100 સુધીના કેલેન્ડરને મોઢે કરી નાખ્યું છે. જેમાં 200 વર્ષ પૈકી કોઈપણ તારીખે કયો વાર આવે છે તે ગણતરીની સેકન્ડમાં કહી બતાવે છે. આ સાથે કયા વારે કઈ તારીખ છે તે પણ ગણતરીની સેકન્ડોમાં જણાવે છે. 200 વર્ષનું કેલેન્ડર મોઢે કર્યા બાદ 20 સેકન્ડ માં જ તે કોઈપણ સવાલનો જવાબ આપે છે

શું કહ્યું હેલી પ્રજાપતિએ ? 
આ અંગે હેલી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સતત મહાવરાના પગલે આજે વિશેષ સિદ્ધિ હાંસલ કરી શકે છે. જેમાં મારા માતા-પિતાનો પણ વિશેષ રોલ રહેલો છે. મહત્વનું છે કે, આ અંગે ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી લઇ શિક્ષણવિદો સુધી તેની પ્રસિદ્ધિ પહોંચી ચૂકી છે તેમજ આગામી સમયમાં સમાજના અન્ય બાળકો સહિત ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી યાદ રાખવાની આ ટેકનિક પહોંચાડવાની તેની અપેક્ષા છે. જોકે હાલમાં જ દર વર્ષે બાળકોની યાદશક્તિ વધે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

હેલીને સતત પરિવારનો સ્પોર્ટ મળ્યો 
કોઈપણ સંતાનના વિકાસ પાછળ તેના પરિવારનો પાયા રૂપ રોલ હોય છે ત્યારે હેલી પ્રજાપતિ માટે તેના પિતા સતત મદદરૂપ રહ્યા છે. જન્મથી જ યાદશક્તિ રાખવા મામલે હેલી પ્રજાપતિ અન્ય વિદ્યાર્થીનીઓથી વિશેષ હોવાની સાથોસાથ ગાણિતિક બાબતોમાં વધારે પડતો રસ હોવાના પગલે તેના પિતાએ શરૂઆતથી જ તેની વિશેષ કાળજી રાખી હતી. જોકે હેલી પ્રજાપતિ બાળપણથી જ કંઈક નવું કરવાની સતત ઘેલછા ધરાવતી હતી. 

હાલમાં તેના પિતા તેમજ માતા સતત તેના પડખે રહી ને હેલી પ્રજાપતિની યાદશક્તિની આગવી ઓળખને મજબૂત બનાવી રહ્યા છે. સાથોસાથ દર વર્ષે સમાજના અન્ય બાળકો માટે હેલી પ્રજાપતિને સંપૂર્ણ સહયોગ આપી તેની વિશેષ પ્રતિમા બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દીકરીની યાદશક્તિ અને સન્માનની બાબતમાં રાજ્ય તેમજ દેશ કક્ષાએ તેની નોંધ લેવાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સાથોસાથ દિકરીની વિશિષ્ટ સિદ્ધિ બદલ અહોભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે. 

નોંધનીય છે કે, સમાજમાં એક તરફ યાદ શક્તિ વધારવા માટે વિવિધ ખોરાક સહિત યોગ આસન અને અન્ય ટેકનીકોનો ઉપયોગ કરાય છે. ત્યારે હેલી પ્રજાપતિએ સતત મહાવરાના પગલે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ મામલે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ આવા તેજસ્વી વિદ્યાર્થીઓ મામલે ચોક્કસ વિશેષ પ્રયાસ હાથ ધરે તો શિક્ષણ જગત સહિત ગાણિતિક બાબતોમાં નવીન યશ કલગીઓ ઉમેરાય તો નવાઈ નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ