બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 20 lakh help in just 2 days to Jatin Nakrani a helper of Takshashila fire

મદદનો વરસાદ / તક્ષશિલા અગ્નિકાંડના દેવદૂત જતિનને માત્ર 2 જ દિવસમાં મળી આટલાં લાખની મદદ, VTVની મુહિમ રંગ લાવી

Dhruv

Last Updated: 12:01 PM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં દેવદૂત બનેલા જતિનની મદદ માટેની VTVની મુહિમ રંગ લાવી. માત્ર 2 જ દિવસમાં જતિન નાકરાણીને મળી રૂ. 20 લાખની મદદ.

  • લોકો તક્ષશિલા અગ્નિકાંડમાં દેવદૂત બનેલા જતિનની વ્હારે આવ્યાં
  • VTVના મહાઅભિયાનને પગલે ગુજરાતીઓ તરફથી મદદ વરસાદ
  • એક જ દિવસમાં જતીન નાકરાણીને 20 લાખ રૂપિયાની મદદ મળી

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે જેને ક્યારેય કોઇ નહીં ભૂલી શકે. આ ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાથીઓના ભોગ લેવાયા હતા. પરંતુ તેમાંથી 14 વિદ્યાર્થીઓને પોતાના જીવને જોખમે બચાવનાર રિઅલ લાઇફનો હીરો જતિન નાકરાણી કે જે છેલ્લાં 3 વર્ષથી પથારીવશ છે. 14 વિદ્યાર્થીઓને બચાવી પોતે પણ આગથી બચવા ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેથી તેના માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો. જો કે, હાલમાં તે પથારીવશ છે. ત્યારે તશક્ષિલા અગ્નિકાંડના આ રિઅલ દેવદૂતની મદદ કરવા VTV NEWSએ મહાઅભિયાન ઉપાડતા ખૂણે-ખૂણેથી મદદનો વરસાદ થઇ રહ્યો છે. જેમાં જતિન નાકરાણીને માત્ર 2 જ દિવસની અંદર લોકોએ 20 લાખની મદદ કરતા માનવતાની મહેક મહેંકી ઉઠી છે.

VTVના મહાઅભિયાનને પગલે ગુજરાતીઓ તરફથી મદદ વરસાદ

એક જ દિવસમાં જતિન નાકરાણીને 20 લાખ રૂપિયાની મદદ મળી

  • અનેક લોકોએ જતિન નાકરાણીને કરી આર્થિક મદદ
  • ગુજરાત તેમજ વિદેશમાંથી પણ લોકો આવ્યા હીરોની મદદે
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કરાઇ મદદ
  • યુરોપથી મનહરભાઇ સાચપરાએ કરી આર્થિક મદદ
  • બાજડા ગામના સરપંચ શાંતિલાલ શેલડીયાએ કરી મદદ
  • અમદાવાદમાં રહેતા બાજડા ગામના રહીશોએ પણ કરી મદદ
  • હોંગકોંગ સ્થિત કાઠીયાવાડ મિત્ર મંડળ દ્વારા કરાઇ મદદ
  • સુરતના CA જી.આર.આસોદરીયા પણ જતીનને મદદ કરી
  • ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ કેરિયર ફાઉન્ડેશન પણ આવ્યું વ્હારે
  • અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં પણ કરવામાં આવી રહી છે અપીલ
  • નામ જાહેર કર્યા વિના પણ અનેક લોકો મોકલી રહ્યાં છે મદદ 
  • ભરતભાઇ અનિડા, વિશ્વા ટેક્સટાઇલ્સ તરફથી કરાઇ મદદ
  • બાઢડા ગામના સુરત ખાતે રહેતા જીતુ માંગુકિયાએ કરી મદદ
  • રાજુભાઇ માંગુકિયા તરફથી પણ જતિન નાકરાણીને કરાઇ મદદ
  • દિનેશભાઇ ખેની તરફી પણ કરવામાં આવી મદદ
  • રાજુભાઇ માંગુકિયા તરફથી પણ જતિન નાકરાણીને કરાઇ મદદ
  • દિનેશભાઇ ખેની, પરેશભાઈ દેવાણી તરફી પણ કરવામાં આવી મદદ 
  • જતિન કાકડિયા, સુનિલ કાકડીયાએ પણ કરી મદદ

જો કે, તમને જણાવી દઇએ કે, જતિન નાકરાણીને હજુ પણ મદદની જરૂર છે. કારણ કે, તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. તો બીજી બાજુ જતિનની સારવાર કરાવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આજે જતિનનો આ પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે.

ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરો. VTVની ઝુંબેશમાં તમે પણ મદદ માટે જોડાઓ.

  • BANK : Central Bank of India
  • NAME : BHARAT SAVJIBHAI NAKRANI
  • ACCOUNT NO : 3256241217
  • IFSC CODE: CBIN0280516

જતિન પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું

તક્ષશિલા અગ્નિકાંડનો હીરો કહેવાતો જતિન કે જેણે તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓને બચાવવા જતા પણ તેની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ. પરિવારનો આધારસ્તંભ કહેવાતો જતિન જ પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. પરંતુ ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું અને આજે દીકરાની સારવારની જવાબદારી નિવૃત્ત પિતા પર આવી છે. જેના કારણે જતિનનો પરિવાર પાઈપાઈ માટે તરસી રહ્યો છે.

બેંકે આપ્યા છે ઘર જપ્તીના આદેશ, જતીનની સારવાર પાછળ થયો છે 40 લાખ જેટલો ખર્ચ

અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. ત્યારે ત્રણ વર્ષથી ઘરે સુમસામ બેસેલ તક્ષશિલા અગ્નિકાંડનો હીરો બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકે ઘર જપ્તીના આદેશ આપ્યા છે. અનેક બાળકોની જિંદગી બચાવનાર જતિન નાકરાણી પાછળ અત્યાર સુધીમાં જતીનની સારવાર માટે 40 લાખ જેટલો ખર્ચ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ