બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 06:36 PM, 16 July 2023
ADVERTISEMENT
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આજ અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 18 જુલાઈ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
ADVERTISEMENT
આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, દાહોદ,છોટા ઉદેપુર,નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે તો 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી,અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
19 અને 20 જુલાઈ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
જ્યારે 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ,ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્કાયમેટની આગાહી
સ્કાયમેટ દ્વારા વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. તેમજ જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ સારો વરસાદ થશે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.