બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 19th Ganesh Chaturthi Before welcoming Ganesh ji some remedies give positive energy

આસ્થા / 19મીએ ગણેશ ચતુર્થી: ઘરમાં બાપ્પાના ભવ્ય સ્વાગત પહેલા અવશ્ય કરો આ કામ, રહેશે પોઝિટિવ એનર્જી

Kishor

Last Updated: 02:59 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023 : હિન્દુ ધર્મમાં સૌથી પ્રથમ જેની પૂજા કરવામાં આવે છે. તેવા ગરવા ગણેશજીના પર્વ ગણેશ ચતુર્થીની હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે ગણેશ ચતુર્થી અગાઉ આ ઉપાય કરી લેવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે.

  • ગણેશ ચતુર્થી 2023ની હવે ઘડીઓ ગણાય રહી છે
  • ગણેશ ચતુર્થી 2023 પહેલા કરી લિયો આ ઉપાય
  • ઘરમાં થશે પોઝિટિવ ઉર્જાનો સંચાર 

હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ગણેશજીનું આહવાન, પુજા કરવામાં આવે છે. જેમાં ભૂમિ પુજન, વાહન પુજન, ગૃહ પ્રવેશ, લગ્ન કે કોઇ અન્ય શરૂઆત હોય. લગ્નમાં પણ સૌથી પહેલું આમંત્રણ ગણપતિજીને આપવામાં આવે છે. આથી જ તો આમંત્રણ પત્રિકામાં ગણપતિ મંત્ર લખેલો હોય છે. તમામ દેવી-દેવતાઓમાં એકમાત્ર ગણેશજી જ એવા ભગવાન છે જેઓને પ્રથમ પુજ્યનું સ્થાન પ્રાપ્ત છે. મોટાભાગના લોકો નવા સામાનની ખરીદી કરી ઘરે લાવે તો તેના પર સ્વસ્તિકનું ચિન્હ બનાવ્યા બાદ દિપ સળગાવી પુજન કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. સ્વસ્તિકના ચિન્હથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થઈ શકે છે.

Why is Swastika given religiously?

મંગળ કાર્ય પહેલા સ્વસ્તિક કેમ બનાવે છે  ?

પુજામાં જેવી રીતે શ્રી ગણેશને સૌથી પહેલા પુજવામાં આવે છે, તેવી જ રીતે સ્વસ્તિકને મંગલ કાર્ય શરૂ કર્યા પહેલા બનાવવામાં આવે છે. કંકોત્રી, વેપારીઓના ખાતા બૂક, દરવાજા પર તથા પુજાની થાળીમાં અંકિત સ્વસ્તિક એ ભગવાન શ્રી ગણેશનું જ પ્રતિક ચિન્હ છે. કોઇપણ મોટા અનુષ્ઠાન અથવા હવન પહેલા સ્વસ્તિક ચિન્હ નિશ્ચિતરૂપથી બનાવવામાં આવે છે. આ ચિન્હ શુભતાનું તો પ્રતિક છે, સાથે સાથે જે જગ્યા પર આ ચિન્હ બનેલું હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. 

Topic | VTV Gujarati

ગણેશનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિક

સ્વસ્તિકના ચિન્હને ભગવાન શ્રી ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. આ સ્વસ્તિકની ચાર ભુજાઓને ગણેશની ચારે ભુજાઓનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિકના ચાર બિંદુ ચાર પુરુષાર્થો, અર્થ, કામ તથા મોક્ષના પ્રતીક છે. ભુજાઓની નજીકની બંને રેખા ગણેશજીની બંને પત્નીઓ જેમ કે રિદ્ધિ અને સિદ્ધિનું પ્રતીક છે અને તેના આગળની બંને રેખાઓ તેના બંને પુત્રો યોગ અને ક્ષેમનું પ્રતિક છે. આમ સ્વસ્તિક ભગવાન ગણેશનો સંપૂર્ણ પરિવારનું પ્રતિક માનવામાં આવે છે. આ ચિન્હ કરવાથી ધ્યાન તથા પુજનથી આપણા જીવન તથા કાર્યોમાં આવતી બાધાઓ દૂર થઇ જાય છે અને જીવન મંગલમય બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ