બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 184 fishermen released from Pakistani jails reached Vadodara railway station

છુટકારો / પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા 184 માછીમાર વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા, જેલમાં સમયસર જમવાનું પણ નહોતું મળતું

Priyakant

Last Updated: 04:09 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Fishermen Released News: પાકિસ્તાનની દરિયાઇ સીમાંથી ઝડપાયેલા 184 માછીમારને પાકિસ્તાનની જેલથી મુક્ત કરાતાં આજે વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા

  • પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા માછીમાર વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા
  • કરાચી જેલમાં સમયસર અમને જમવાનું પણ મળતું ન હતુઃ માછીમાર  
  • પાકિસ્તા દ્વારા કુલ 198 ભારતીય માછીમારને મુક્ત કરાયા

પાકિસ્તાનની દરિયાઇ સીમાંથી ઝડપાયેલા 184 માછીમારને પાકિસ્તાનની જેલથી મુક્ત કરાતાં આજે વહેલી સવારે તે ગુજરાત પરત ફર્યા હતા. અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને માછીમારો વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યારે મત્સ્યઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. વર્ષોથી કરાચીની જેલમાં હાલાકી ભોગવી રહેલા તમામ માછીમારનાં મોં પર વતન વાપસીની ખુશી જોવા મળી હતી જ્યારે તેમેણે પોતાની યાતના પણ કહી હતી. દરિયામાં માછીમારી કરતી વખતે પાકિસ્તાન કોસ્ટગાર્ડે તમામની ધરપકડ કરીને કરાચીની જેલમાં બંધ કરી દીધા હતા. 

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇને આવેલા માછીમારોએ પોતાની વેદના કહેતાં જણાવ્યું હતું કે અમે દરિયામાં ભારતીય બોર્ડર વિસ્તારમાં હતા, પરંતુ પાણીનાં વહેણને કારણે અમે પાકિસ્તાન તરફ જતા રહ્યા હતા. આ સમયે પાકિસ્તાની આર્મી આવી જતાં અમને પકડીને કરાચી જેલમાં મોકલી દેવાયા હતા. 11 મેના રોજ કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને આજે વડોદરા પહોંચી ગયા છીએ. પાકિસ્તાનની જેલ નરક સમાન છે. જ્યાં ખૂબ હેરાનગતિ થતી હતી. જેલમાં સમયસર જમવાનું પણ અમને નહોતું મળતું. 

શું કહ્યું રાઘવજી પટેલે ? 
રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 184 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાં કેદ હતા. તેઓને ભારત સરકારના પ્રયાસોથી છૂટકારો થયો થયો અને વાઘા બોર્ડરથી આજે વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતની સાથે સાથે આંધ્રપ્રદેશ, દિવ અને ગોવાના માછીમારોની પણ મુક્તિ થઇ છે. તમામ માછીમારને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને બસ મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસ કરાતાં તેમને સફળતા મળી છે. પાકિસ્તાન દ્વારા 198 ભારતીય માછીમારને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાંથી 184 માછીમાર ગુજરાતના છે.

મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના ૫ અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થાય છે. ગુજરાતના 184 માછીમારમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક એક, પોરબંદરના 5 માછીમારને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે. સામાન્ય રીતે સુરક્ષાની દૃષ્ટિએ માછીમારોનું વેરિફિકેશન કરવામાં આવે છે. ભારતીય માછીમારોને પાડોશી દેશ દ્વારા પકડવામાં આવે ત્યારે તેમાં રહેલા ખલાસીની વિગતો મત્સ્યઉદ્યોગ દ્વારા મેળવવામાં આવે છે. સર્વ પ્રથમ તો વિદેશી એજન્સી દ્વારા પકડાયેલી ભારતીય બોટની નોંધણી રદ કરવામાં આવે છે.

ડિસિપ્લિન ન રાખીએ તો જેલમાં માર પડતો હતોઃ માછીમાર
4 વર્ષથી પાકિસ્તાનની જેલ સજા કાપીને આવેલા કોડિનારના માછીમાર લખાભાઇએ જણાવ્યું હતું કે, અમે સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા સમુદ્રમાં બોર્ડરની કોઇ દીવાલ હોતી નથી પાણીના કરંટ અને ઝડપી હવાના કારણે બોર્ડર ક્રોસ કરી ગયા હતા. તે સમયે પાકિસ્તાની કોસ્ટગાર્ડે અમને પકડી લીધા હતા. ત્યારબાદ અમને કરાચીની લાંડી જેલમાં નાખ્યા હતા. જ્યાં અમને ચાર વર્ષ રાખવામાં આવ્યા. ડિસિપ્લિન ન રાખીએ પાકિસ્તાની પોલીસ અમને માર પણ મારતી હતી અને ઘણી વાર રૂમમાંથી નીકળવા પણ દેતી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ