બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 18 crore deal for Aryan Khan, 50 lakh token money, Pooja Dadlani's old statement created trouble for Sameer Wankhede

મનોરંજન / 'આર્યન ખાન માટે 18 કરોડની ડીલ, 50 લાખની ટોકન મની', પૂજા દદલાનીના જૂના નિવેદને સમીર વાનખેડે માટે મુશ્કેલી ઊભી કરી

Megha

Last Updated: 03:07 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું જૂનું નિવેદન સમીર વાનખેડે માટે સૌથી મોટી સમસ્યા બનીને સામે આવ્યું છે. પૂજાનું આ નિવેદન ગયા વર્ષેના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વિજિલન્સ રિપોર્ટનો ભાગ હતું

  • પૂજા દદલાનીનું જૂનું નિવેદન સમીર વાનખેડે માટે મોટી સમસ્યા
  • ખંડણીના ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા આપ્યા હતા 
  • સમીર વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નામ સામે આવાત અને ધરપકડનો કિસ્સો બધાને યાદ જ હશે એવામાં હવે બે વર્ષ બાદ આ મામલો ફરી ચર્ચામાં છે. જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના તત્કાલીન ઝોનલ હેડ સમીર વાનખેડે સવાલોના ઘેરામાં ફસાયા છે. હાલમાં CBI દ્વારા IRS ઓફિસર સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ છે. 

પૂજા દદલાનીનું જૂનું નિવેદન સમીર વાનખેડે માટે મોટી સમસ્યા
એવામાં હવે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું જૂનું નિવેદન સમીર વાનખેડે માટે સૌથી મોટી સમસ્યા બનીને સામે આવ્યું છે. જણાવી દઈએ કે પૂજાનું આ નિવેદન ગયા વર્ષેના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વિજિલન્સ રિપોર્ટનો ભાગ હતું અને હવે તેના આધારે CBIએ 2021ના કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. 

ખંડણીના ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા આપ્યા હતા 
પૂજા દદલાનીએ તેના રેકોર્ડ કરેલા નિવેદનમાં કથિત રીતે છે ગેરવસૂલીની વાતનો સ્વીકાર કર્યો હતો તેને આ કેસમાં ટોકન મની તરીકે 50 લાખ રૂપિયાની બેગ કથિત રીતે આપી હતી.એનસીબીની તપાસ અનુસાર જ્યારે આ કેસમાં આર્યન ખાનનું નામ સામે આવ્યું ત્યારે અધિકારી પાસેથી પ્રારંભિક ખંડણીની માંગ 25 કરોડ રૂપિયા હતી પણ બાદમાં 18 કરોડ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. આ માટે ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

પૂજા દદલાનીએ પોલીસના સમન્સની અવગણના કરી
જણાવી દઈએ કે 3 ઓક્ટોબર, 2021ના રોજ જા દદલાનીએ તેનું નિવેદન નોંધવા માટે મુંબઈ પોલીસના ઓછામાં ઓછા ત્રણ સમન્સની અવગણના કરી હતી. ત્યારબાદ આ સમીર વાનખેડે સામે પોલીસ તપાસ બંધ કરવી પડી હતી.

CBI પૂજા દદલાનીની પૂછપરછ કરી શકે છે
ગયા અઠવાડિયે, સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "સંભવ છે કે એફઆઈઆરની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ પૂજા દદલાનીના નિવેદનને ફરીથી રેકોર્ડ કરશે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તે પણ સહકાર આપે."

CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે. 

FIRની કોપી અનુસાર સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલામાં આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ તરફ એફઆઇઆરમાં અનેક મોટા ખુલાસા થતાં હડકંપ મચી ગયો છે. 

શું છે FIR કોપીમાં ? 
FIRની કોપી અનુસાર સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા. FIR અનુસાર તપાસમાં સમીર વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ સત્ય જણાવ્યું ન હતું. FIRમાં સમીર વાનખેડેની અપ્રમાણસર સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

CBIએ વાનખેડેના ઘરે પાડ્યા હતા દરોડા
12 મેના રોજ સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં CBI એ તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. CBIની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. CBIના અધિકારીઓ વાનખેડેના પિતા, સસરા અને બહેનના ઘરે પણ પહોંચ્યા હતા.

સમીર વાનખેડેએ ક્રુઝ રેઇડનું નેતૃત્વ કર્યું હતું
સમીર વાનખેડે, 2008 બેચના IRS અધિકારી, તે સમયે NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર હતા. તેણે 2 ઓક્ટોબર 2021ની રાત્રે મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડો પાડવા માટે અધિકારીઓની એક ટીમનું નેતૃત્વ કર્યું હતું. NCBએ ક્રૂઝ પાસેથી ડ્રગ્સ અને રોકડ જપ્ત કરવાનો દાવો કર્યો છે. આ કેસમાં આર્યન ખાન સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાન 26 દિવસ જેલમાં રહ્યા બાદ મુક્ત થયો હતો
આ કેસમાં આર્યન ખાન 26 દિવસ જેલમાં રહ્યો હતો. બાદમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આખરે, કેસની તપાસ કરી રહેલી અન્ય NCB ટીમે પુરાવાના અભાવને કારણે ચાર્જશીટમાંથી આર્યન ખાનનું નામ કાઢી નાખ્યું. જોકે, આ કેસમાં આર્યન ખાનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ હજુ પણ આરોપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ