બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 17 Lakh People of Gujarat Take Panchpran Pledge, Unveiling of Sheela Falkam, Massive Response to 'Mari Mati, Maro Desh' Campaign

15 ઓગસ્ટ / ગુજરાતના 17 લાખ લોકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા, 14,625 શીલાફલકમનું અનાવરણ, ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ

Vishal Khamar

Last Updated: 10:46 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાતમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ૧૫મી ઓગષ્ટના રોજ રાજ્યના ૧.૦૯ લાખથી વધુ તેમજ અત્યાર સુધીમાં કુલ ૧૭.૩૬ લાખથી વધુ નાગરિકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.

  • ભારતભરમાં 77 મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
  • ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં 'મેરી માટી, મેરા દેશ' અભિયાનને વેગ મળ્યો
  • અત્યાર સુધી 17.96 લાખથી વધારે લોકો અભિયાનમાં જોડાયા

ભારતભરમાં આજ તા. ૧૫મી ઓગષ્ટના રોજ ૭૭મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે દેશભરમાં અને ગુજરાતમાં 'મેરી માટી, મેરા દેશ' અભિયાનને પૂરવેગ મળ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ અભિયાનનો ગત તા. ૯મી ઓગસ્ટથી પ્રારંભ થયો ત્યારથી અત્યારસુધીમાં કુલ ૧૭.૯૬ લાખથી વધારે નાગરિકો આ અભિયાનમાં જોડાયા છે. હવે આવતીકાલ તા. ૧૬ ઓગષ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્ર્મોની શરૂઆત થશે.

ગૃહમંત્રીએ વૃક્ષા રોપણ કર્યું

રાજ્યમાં ૫૦,૯૮૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આજે સ્વતંત્રતા દિવસે દેશભક્તિ સભર વાતાવરણમાં આ અભિયાનને વેગ મળ્યો છે. રાજ્યમાં આજે ૧૫મી ઓગષ્ટના રોજ ૬૬૪ ગામોમાં 'મેરી માટી, મેરા દેશ' અભિયાન અંતર્ગત અંદાજિત ૧,૦૯,૪૦૧ ગ્રામજનોએ સહભાગીતા નોંધાવી છે. માત્ર આજના દિવસમાં જ ૫૭૫ શીલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૫૦,૯૮૦ જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલીદાન આપનાર ૫૯૯ જેટલા વીર-વીરાંગનાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યુ છે. 

ગ્રામ્ય વિસ્તારમાં પણ મારી માટી, મારો દેશ’ ઉજવણી કરાઈ

આશરે ૧૨.૨૨ લાખથી વધુ લોકોએ તિરંગા સાથેની સેલ્ફી વેબસાઈટ ઉપર અપલોડ કરી

ગુજરાત સરકાર અને રાજ્યના નાગરિકોએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને વ્યાપક બનાવવા ખુબ જ મોટા પ્રમાણમાં ભાગીદારી નોંધાવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૧૪,૬૨૫ શીલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યુ છે. આશરે ૧૨.૨૨ લાખથી વધુ લોકોએ તિરંગા સાથેની સેલ્ફી વેબસાઈટ ઉપર અપલોડ કરી છે અને ૧૭.૩૬ લાખથી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે. આ ઉપરાંત રાજ્યના કુલ ૧૫,૬૮૨ સ્થળો ખાતે આશરે ૧૧.૭૧ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વધુમાં, રાજ્યના ૨૬,૫૨૬ જેટલા વીર-વીરાંગનાઓ અથવા તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યુ તેમજ અત્યારસુધીમાં ૧૭.૯૬ લાખ જેટલા નાગરિકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ