બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 1.50 lakhs and jewelery worth 10 crores seized in IT raid on Chiripal Group

કાર્યવાહી / ચિરીપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનો શકંજો: ફરી તપાસમાં ઝડપાયા 1.50 લાખ ડોલર અને 10 કરોડની જ્વેલરી

Dhruv

Last Updated: 03:10 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિરિપાલ ગ્રુપના અનેક સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગે તવાઇ બોલાવી છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગને દરોડામાં અત્યાર સુધીમાં કુલ 25 કરોડ રોકડ રકમ હાથ લાગી છે.

  • ચિરિપાલ ગ્રુપની 5થી વધુ જગ્યાએ ચાલી રહી છે કાર્યવાહી
  • IT વિભાગની તપાસમાં ઝડપાયા કરોડોના વ્યવહારો
  • દરોડામાં અત્યાર સુધી કુલ 25 કરોડ રોકડા મળી આવ્યા

રાજ્ય (Gujarat) માં ચિરીપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગને તપાસ દરમ્યાન કરોડોના વ્યવહારો હાથ લાગ્યા છે. IT વિભાગે રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે. દરોડામાં અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને રૂપિયા 25 કરોડ રોકડા હાથ લાગ્યા છે.

IT વિભાગને 25 લોકર અને જમીનમાં રોકાણના દસ્તાવેજ પણ હાથ લાગ્યા છે. તમને જણાવી દઇએ કે, ફરીવાર ચિરીપાલ ગ્રુપની 5થી વધુ જગ્યાએ કાર્યવાહી હાથ ધરાઇ છે. ડિજિટલ દસ્તાવેજોની એફએસએલ (FSL) ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજોની ફાઇલો પણ મોટી સંખ્યામાં મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અગાઉ પણ ચીરિપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35થી 40 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓએ રેડ પાડી હતી. જેમાં IT (ઇન્કટેક્સ) વિભાગને કરોડોમાં બેનામી વ્યવહારો હાથ લાગ્યા હતા.

જુઓ અગાઉ દરોડામાં શું હાથ લાગ્યું હતું?

  • સંખ્યાબંધ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજો અધિકારીઓએ કબ્જે લીધા હતા
  • 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી આવી હતી
  • દુબઈમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની વિગતો સામે આવી હતી
  • કરોડો રૂપિયાના હવાલા વિદેશમાં પડ્યા હોવાના પુરાવા હાથ લાગ્યા હતા
  • 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા
  • વિદેશની પ્રોપટીઓ, ફોરેન બેન્ક એકાઉન્ટ, અને હવાલાની કેટલીક વિગતો ITને હાથ લાગી હતી

ચિરીપાલ ગ્રુપ ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ

ઉલ્લેખનીય છે કે, ચિરીપાલ ગ્રુપ ખૂબ જ ચર્ચિત ગ્રુપ છે કે જે ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ પર ગઇકાલે ઇન્કમટેક્સ વિભાગના 200થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ, જયોતિપ્રકાશ ચીરિપાલ, વિશાલ ચીરિપાલ, રોનક ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો આવકવેરા વિભાગને મળી આવ્યા છે.નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ