બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 15 year old Yeh Hai Mohabbatein Ruhi bought a house with her own money posed on the couch

ગજબ / 15 વર્ષની ઉંમરે કરોડોનું ઘર ખરીદ્યું: જાણો કોણ છે આ એક્ટ્રેસ જેના ફોટોઝ થઈ રહ્યા છે વાયરલ

Arohi

Last Updated: 11:45 AM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 વર્ષની બાળ કલાકાર રૂહાનિકા ધવને હાલમાં જ પોતાની મહેનતની કમાણીથી નવું ઘર ખરીદ્યું છે. જેના ફોટો શેર કરી અભિનેત્રીએ ખુશી જાહેર કરી છે.

  • 15 વર્ષની આ બાળ કલાકારે ખરીદ્યુ ઘર 
  • મહેનતની કમાણીથી ખરીદ્યુ નવુ ઘર 
  • ફોટો શેર કરી જાહેર કરી ખુશી 

'યે હૈ મોહોબત્તે'ની રૂહી તમને યાદ જ હશે. કરણ ભલ્લાની દિકરી રૂહી તેણે ઈશિતાની સાથે પોતાના બોન્ડને લઈને ખૂબ જ લાઈમલાઈટ હાસિલ કરી હતી. રૂહીએ પોતાની ક્યૂટનેસના કારણે ફેનું દિલ જીતી લીધુ હતું. એ જ નાનકડી 'રૂહી' ઉર્ફે રૂહાનિકા ધવને તેની ચેક લિસ્ટનું એક મોટું સપનું પૂરું કર્યું છે.

રૂહિએ ખરીદ્યુ ઘર 
15 વર્ષની ઉંમરે રૂહાનિકાએ પોતાનું ઘર ખરીદ્યું છે. અભિનેત્રીએ ઘરની તસવીરો સાથે તેના ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. ફોટામાં રૂહાનિકા તેના હાથમાં સપનાના ઘરની ચાવી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બાકીની તસવીરોમાં તે તેના પિતા સાથે કાઉચ પર બેસીને પોઝ આપતો જોઈ શકાય છે.

તસ્વીર શેર કરી વ્યક્ત કરી ખુશી 
આ તસવીરોની સાથે રૂહાનિકાએ કેપ્શન પણ શેર કર્યું છે. તેણે લખ્યું- "વાહેગુરૂ અને માતા-પિતાની દુવાઓની સાથે હું તમારા બધાની સાથે કંઈક શેર કરવા માંગુ છું. એક નવી શરૂઆત, મારૂ દિલ પ્રેમથી ભરાયેલું છે અને હું ખૂબ જ કૃતજ્ઞ છું. મેં એક મોટુ સપનું પુરૂ કરી દીધુ છે- પોતાના પૈસાથી ઘર ખરીદવાનું સપનું."

રૂહાનિકાએ આગળ લખ્યું, “આ મારા અને મારી જનતા માટે આ એક મોટી વાત છે. હું તમારી સાથે શેર કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી. હું તમામ પ્લેટફોર્મ અને તકોનો આભાર માનું છું જેણે મને આ સપનું પૂરું કરવામાં મદદ કરી છે."

માતા-પિતાનો માન્યો આભાર 
રૂહાનિકાએ માતા-પિતાનો આભાર માનતા લખ્યું, “બિલકુલ, મારા માતા-પિતાની મદદ અને માર્ગદર્શન વિના, હું ક્યારેય આ હાંસલ કરી શકી ન હોત. જેમ મેં લખ્યું છે કે તેમને મેળવીને હું ધન્ય છું. હું મારી માતાનો ઉલ્લેખ કરવા માંગુ છું, જે એક જાદુગર છે. તે એક દેશી માતા છે જે પાઈ પાઈ બચાવે છે અને તેને ડબલ કરી દે છે. ફક્ત ભગવાન અને તેણી જ જાણે છે કે તેણે તે કેવી રીતે કર્યું."

રૂહાનિકાએ લોકોને તેમના સપનાને ફોલો કરવાની સલાહ આપી અને કહ્યું, “મારા માટે કોઈ રોક નથી. આ માત્ર શરૂઆત છે. હું પહેલેથી જ મોટા સપના જોઉં છું. હું મારું સપનું પૂરું કરવા સખત મહેનત કરીશ. જો તમે પણ જોશો તો અવશ્ય પૂર્ણ થશે. સ્વપ્ન જુઓ, સપનાને ફોલો કરો અને તે ચોક્કસ સાકાર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ