બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 15 more cholera cases reported in Kalol, health department alert

સાવધાન! / કલોલમાં કોલેરાના વધુ 15 કેસની એન્ટ્રી, કુલ આંકડો 100ને પાર કરતા નગરજનોમાં ફફડાટ

Malay

Last Updated: 10:37 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના કલોલમાં ફરી કોલેરા જેવો જીવલેણ અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય તથા અન્ય તંત્રના અધિકારીઓએ પણ અહીં ધામા નાખ્યા છે અને આ રોગચાળો જીવલેણ ન બને તે માટે દોડધામ કરવામાં આવી રહી છે.

 

  • ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર
  • વધુ 15 કેસ નોંધાતા ચિંતાનો વિષય
  • કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ આરોગ્ય વિભાગ એલર્ટ

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. કોલેરાનો રોગચાળો ફાટી નીકળતા ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં કલોલમાં સતત પાંચમા દિવસે પણ કોલેરા બેકાબૂ બન્યો છે. કલોલમાં કોલેરાના વધુ 15 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જે બાદ કલોલમાં કોલેરાના કુલ કેસની સંખ્યા વધીને 131 થઈ ગઈ છે. હજુ પણ કલોલમાં ક્લોરિન ટેસ્ટ ચાલુ રખાયા છે. 

ફાઈલ ફોટો

અમિત શાહ રાખી રહ્યા છે નજર
કલોલમાં કેલેરાની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નજર રાખી રહ્યા છે. બે દિવસ અગાઉ અમિત શાહે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે ફોન પર વાતચીત કરી હતી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદ્ભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર
આપને જણાવી દઈએ કે, ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદી માહોલમાં કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ કલોલમાં કોલેરાના કુલ કેસની સંખ્યા વધીને 131 થઈ ગઈ છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 

કયા કયા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા 
મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.  કલોલ શહેરના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તાન પાર્ક તથા અંજુમન વાડી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.  જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ