બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 12th day of Uttarkashi tunnel disaster: Drilling completed up to 53 meters, NDRF team entered the tunnel for Dorda rescue.

BIG NEWS / ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો 12મો દિવસ: 53 મીટર સુધી ડ્રિલિંગ પૂર્ણ, NDRFની ટીમ દોરડા લઈ રેસ્ક્યૂ માટે ટનલમાં ઘૂસી

Vishal Khamar

Last Updated: 12:11 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશીમાં છેલ્લા 11 દિવસથી 41 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવા માટે વહીવટી તંત્ર દ્વાારા બચાવ કામગીરી પુર જોશમાં ચાલુ છે. ત્યારે આજે રાત સુધી 41 શ્રમિકો ટનલ બહાર આવી શકે છે.

  • ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલ 41 મજૂરોને બચાવ કામગીરી ચાલુ
  • NDRF શ્રમિકોને બચાવવા માટે સુરંગમાં પ્રવેશી
  • ટનલ બહાર એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ બહાર તૈનાત

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાની કામગીરી ચાલુ છે. બચાવ અભિયાનનો આજે 12મો દિવસ છે.  ત્યારે NDRF ની ટીમ ટનલની અંદર ગઈ છે.  તેમજ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ત્યાં હાજર છે.  ગઈકાલે રાત્રે પ્રથમ વખત કામદારોને ગરમ ખોરાક પહોંચાડવામાં આવ્યો હતો. ગઈકાલે પણ દેશે ટનલની અંદરથી શ્રમિકોની પ્રથમ ઝલક જોઈ હતી.  જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું કે તે બરાબર છે. અધિકારીઓનું કહેવું છે કે જો આજે કોઈ અવરોધો ન આવે તો ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર આવી શકે છે. 

ભાસ્કર ખુલ્બેનું નિવેદન
ખુલ્બે હાલમાં ઉત્તરાખંડ પર્યટન વિભાગમાં વિશેષ કાર્યકારી અધિકારી છે. તેમણે કહ્યું કે,' મને તમને જણાવતાં ખુશી થાય છે કે અમે છેલ્લાં 1 કલાકથી જે કામ કરી રહ્યાં હતાં, અમે અમેરિકન ઓગર મશીનની મદદથી 6 મીટરની લંબાઈ સુધી ડ્રિલ કર્યું છે. મને આશા છે કે આવનારાં 2 કલાકમાં આવતાં ચરણનું કામ શરૂ થઈ જશે.'

રેસ્ક્યૂ કામમાં આવી તેજી
39 મીટર પાઈપલાઈન નાખવાની ઘોષણા પહેલા પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કરવામાં આવી હતી. વધુ 6 મીટરની પાઈપલાઈન સાથે કુલ 45 મીટર સુધીની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહમદ અન્ય લોકોનું મનોબળ વધારી રહ્યાં છે. તમામ કાર્યકર્તાઓને યોગ, કીર્તન, વોકિંગ જેવી અન્ય ગતિવિધિઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેથી તેમનું મનોબળ ઊંચું રહે.

આવનારાં 3 મીટક અત્યંત મહત્વનાં..
સૂત્રો અનુસાર આવતાં 3 મીટર સૌથી મહત્વપૂર્ણ રહેશે. હજુ સુધી 45 મીટર સુધીનું ખોદકામ કરવામાં આવ્યું છે. મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે 57 મીટર સુધી ડ્રિલિંગ કરવાની આવશ્યકતા રહેશે. 8મી પાઈપનો અડધો ભાગતો અંદર પહોંચી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ