બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 11 usurers ruined people's lives in Bhavnagar

આક્ષેપ / પશુઓને ઘાસ પર વ્યાજે લીધા રૂપિયા, હવે વતન છોડવા મજબૂર બન્યો પરિવાર: ભાવનગરમાં 11 વ્યાજખોરોએ લોકોની જિંદગી કરી બરબાદ

Vishal Khamar

Last Updated: 06:36 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જીલ્લામાં વ્યાજખોરોનાં આતંક વધતો જાય છે. વ્યાજનાં વિષચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું. આ બાબતે સોનગઢ પોલીસે 11 વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ભાવનગર જિલ્લામાં વ્યાજ ખોરોનો આતંક 
  • વિષ ચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું
  • સોનગઢ પોલીસ મથકમાં 11 વ્યાજખોર સામે નોંધાયો ગુનો

ભાવનગર જીલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. વિષચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું. સિહોર તાલુકાનાં સણોસરા ગામનો યુવક વતન છોડવા મજબૂર બન્યો હતો. પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમ રાઠોડે વતન છોડ્યું હતું. આ બાબતે સોનગઢ પોલીસે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મકાન પણ બળજબરી પૂર્વક લખાવી લીધું હોવાનો આરોપ
સોનગઢ ગામે રહેતા વિક્રમ રાઠોડે 2019 માં પશુઓનાં નિરણ માટે વ્યાજે રૂપિયા લીધા હતા.  જે રૂપિયાનું ઊંચા દરે વ્યાજ અને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ માથાભારે શખ્શોએ આ વ્યક્તિને ધાક ધમકી આપી માર પણ માર્યોનો આક્ષેપ કર્યો છે. તેમજ મકાન પણ બળજબરી પૂર્વક લખાવી લીધું હોવાનો આરોપ છે. આ બાબતે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

એજન્ટો તેમજ વ્યાજખોરો મારા ઘરે આવી ધાક ધમકી પણ આપી રહ્યા છેઃ ભોગ બનનાર
આ બાબતે ભોગ બનનાર વિક્રમ રાઠોડે કહ્યું હતું કે,  મારી ફરિયાદની પોલીસ મથકે ઓનલાઈન અરજી કરી હતી. વ્યાજખોરોનાં ત્રાસથી મે ફરિયાદ કરી હતી. ત્રણ વખત હું  સોનગઢ પોલીસ મથકે હું જઈ આવ્યો તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે તા. 12,13,14 તારીખે હું આખો દિવસ પોલીસ મથકે ગયો હતો.  આ લોકોનાં ત્રાસનાંકારણે આજે મારો પરિવાર રઝળી રહ્યો છે.  મને ન્યાય મળે એવું કંઈ થયું નથી.  માનસિક ત્રાસ આપતા એજન્ટો તેમજ વ્યાજખોરો મારા ઘરે આવી ધાક ધમકી પણ આપી રહ્યા છે. એટલે મારી કોઈ સલામતી નથી. જેથી હું સ્થળાંતર કરી રહ્યો છું. એ જવાબદાર સરકાર તમે રહેશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ