બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 11 people died painfully in a terrible road accident in Delhi-Odisha

BIG NEWS / એકસાથે બે મોટા અકસ્માત: દિલ્હી-ઓડિશામાં ભીષણ માર્ગ દુર્ઘટનામાં 11 લોકોનાં દર્દનાક મોત, પરિવારમાં આક્રંદ

Malay

Last Updated: 01:36 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઓડિશા અને દિલ્હીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતના બે બનાવમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

 

  • દિલ્હીમાં મોડી રાત્રે સર્જાયો હતો ભયાનક અકસ્માત
  • MCD ટ્રકે અડફેતે લેતા એક બાળક સહિત 4 લોકોના મોત
  • ઓડિશાના જાજપુરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત
  • પશ્ચિમ બંગાળના સાત લોકોના દર્દનાક મોત

દેશમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે આજે શનિવારે વધુ બે ભયાનક અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં કુલ 11 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. ઓડિશાના જાજપુર જિલ્લામાં એક ટ્રક સાથે મીની ટ્રક ધડાકાભેર અથડાતા 7 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. તો દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં MCDના ટ્રકે રોડ પર કામ કરી રહેલા શ્રમિકો અને તેમના બાળકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે 

દિલ્હીમાં MCD ટ્રકની ટક્કરથી એક બાળક સહિત 4 લોકોના મોત
દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. MCD ટ્રકે રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકો અને તેમના બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે ડમ્પરે 4 લોકોને કચડી નાખ્યા હતાં, જેમાં એક મહિલા અને એક બાળક સહિત 4ના મોત થયા છે. 

MCDના ડમ્પરે 4 લોકોને કચડી નાખ્યા
શ્રમિકોનું કહેવું છે કે, રાત્રે 1 વાગ્યાના સુમારે રોડ પર પીડબલ્યુડીનું કામ ચાલી રહ્યું હતું. રસ્તા પરથી પેવર બ્લોક ઉખેડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આનંદ પર્વત પોલીસ સ્ટેશન તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલા MCDના ડમ્પરે 4 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 4 વર્ષના બાળક, તેના પિતા અને એક મહિલા અને અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઓડિશાના જાજપુરમાં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત
ઓડિશાના જાજપુર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક રસ્તા પર ઉભેલી ટ્રક સાથે મીની ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા તમામ સાત લોકો પશ્ચિમ બંગાળના હતા. જાજપુરના પોલીસ અધિક્ષક વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું.

MCDના ડમ્પરે 4 લોકોને કચડી નાખ્યા
એસપીએ કહ્યું કે, અમે મૃતકના પરિવારજનોને જાણ કરી છે અને તેઓ અહીં આવવા રવાના થઈ ગયા છે. તમામ મૃતકો પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. જાજપુરના કલેક્ટર ચક્રવર્તી સિંહ રાઠોડે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મીની ટ્રકમાં સવાર સાતેય લોકોના મોત થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ