બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 11 leaves of tulsi will change your luck instantly try this astrology tips

જ્યોતિષ શાસ્ત્ર / તુલસીના 11 પત્તા, આ રીતે બદલી નાખશે તમારી કિસ્મત, પૂર્ણ થશે તમામ મનોકામના!

Arohi

Last Updated: 08:58 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology tips related to Tulsi: હિંદુ ધર્મને માનતા લોકોના ઘરમાં તુલસીનો છોડ હોવો સામાન્ય વાત છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડની દરરોજ પૂજા થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના મુળ સાથે જોડાયેલા અમુક એવા સરળ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી જાતકની દરેક મનોકામના પુરી થઈ શકે છે.

  • ભારતના દરેક ઘરમાં જોવા મળે છે તુલસીનો છોડ 
  • કરો તુલસીના પાનના આ ઉપાય 
  • દરેક મનોકામના ઓ થશે પુરી 

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દર હિંદુ ઘરમાં જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે. ત્યાં વાસ્તુ દોષ નથી થતો. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

વાસ્તુ શાસ્ત્ર માને છે કે આ છોડને લગાવવાથી ઘરનું અને આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. હિંદુ ધર્મમાં સવાર-સાંજ તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.

આયુર્વેદમાં પણ તુલસીના છોડનો ઉપયોગ ઔષધિયોના રૂપમાં કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના અમુક એવા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે તેને કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે. 

તુલસીના પાનના ઉપાય 
મનોકામના પુર્તિ માટે 

જો એવી કોઈ ઈચ્છા છે જે ઘણા દિવસોથી તમે પોતાના મનમાં દબાવીને બેઠા છો તો તેને પુરી કરવા માટે તુલસીના 11 પાન રવિવારે કે એકાદશીએ તોડી લો. આ પાનને સારી રીતે ધોઈને સુકવી લો. 

ત્યાર બાદ હનુમાનજી પર ચડાવવામાં આવતા નારંગી સિંદુરમાં તેલ મિક્સ કરી તુલસીના પાન પર રામ નામ લખીને આ પાનની માળા બનાવી બજરંગબલીને અર્પિત કરો અને તેમને પોતાની મનોકામના જણાવો. માન્યતા અનુસાર આમ કરવાથી તમારી મનોકામના જલ્દી પુરી થશે. 

સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે 
ઘરમાં જો અશાંતિનું વાતાવરણ છે તો તુલસીના ચાર-પાંચ પાન લઈને તેને ધોઈને સાફ કરી લો. તેના બાદ પીતળના લોકોટા કે પછી કોઈ પાત્ર લો અને તેમાં સાફ જળ લઈને તુલસીના પાન નાખી દો.

દરરોજ નહાયા બાદ ઘરના દરવાજા પર આ જળનો છંટકાવ કરો. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 

આર્થિક તંગી દૂર કરવા માટે 
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો એવામાં તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને પોતાના ઘરના ધન સ્થાન પર મુકી દો અથવા તો તેને તમે પોતાના પર્સમાં પણ રાખી શકો છો. માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી જલ્દી દૂર થાય છે. 

ભાગ્યોદય માટે 
જો તમારા બનેલા કામ બગડી જાય છે અને ભાગ્ય તમારો સાથે નથી આપતું તો તેના માટે એક લોટનો દિવો બનાવીને તેમાં એક ચપટી હળદળ નાખી સાંજે તુલસીના સામે પ્રજ્વલિત કરો. આ દિવાને તુલસીના મુળમાં ઉત્તર દિશામાં રાખવાથી ભાગ્ય સાથ આપવા લાગે છે અને બગડેલા કામ બની જાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ