બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 1000 year old Shiva temple unearthed during excavations, archeology department wondered, find out what

પ્રાગૈતિહાસિક / ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળ્યું 1000 વર્ષ જૂનું શિવ મંદિર,પુરાતત્વ વિભાગ આશ્ચર્યચકિત,જાણો શું શું મળ્યું ?

Mehul

Last Updated: 09:43 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિર બાદ હવે ઉજ્જૈન-બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ

  • મધ્યપ્રદેશના કલમોડામાં મળ્યું 1000 વર્ષ જૂનું શિવ મંદિર 
  • ખોદકામ દરમિયાન શિવલિંગ,ભગવાન વિષ્ણુની પ્રતિમા મળ્યા 
  • મળી આવેલું શિવ મંદિર ઉત્તરમુખી મંદિર,હજુ ખોદકામ થશે 

ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિર બાદ હવે ઉજ્જૈન-બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. અને મંદિરના અવશેષોની પણ દરકાર રાખવામાં આવી છે. જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિરનાં વિસ્તૃતીકરણ દરમિયાન ખોદકામ કેટલાય મહિનાઓથી ચાલે છે.આ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ અને શિવલિંગની સાથોસાથ મંદિર પણ મળ્યા છે. આવા જ એક ખોદકામ દરમિયાન 1000 વર્ષ જુનું શિવમંદિર મળી આવ્યું છે. 

મંદિરનું ક્ષેત્રફળ એકદમ વિશાળ

બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં ખોદકામ દરમિયાન એક મોટું શિવમંદિર મળ્યું છે.અહીં પુરાતત્વ વિભાગે સતત ખોદકામ શરુ કરાવ્યું છે.વિભાગના અધિકારી ડૉ.ધ્રુવેન્દ્ર જોધાએ જણાવ્યું કે, શિવ મંદિરનું ક્ષેત્રફળ એકદમ વિશાળ છે.અહીં દરરોજ 20 મજૂરો દ્વારા ખોદકામ ચાલે છે.હજુ પણ ખોદકામમાં સમય લાગી શકે છે.અગાઉ પણ આશંકા દર્શાવવામાં આવી હતી કે અહીં શિવ મંદિર અને ગર્ભ નીકળી શકે છે.

શું શું મળ્યું ?

આ રીતે સાવધાની પૂર્વક ખોદકામ કરાઈ રહ્યું છે.ખોદકામ દરમિયાન શિવલિંગ,ભગવાન વિષ્ણુની પ્રતિમા,જળકુંભ, સહીત ભગવાનના મંદિરના અવશેષ મળ્યા છે.પુરાતત્વ વિભાગનાં અધિકારીઓનાં માનવા પ્રમાણે આ મંદિર ઓછામાં ઓછું 1000 વર્ષ જૂનું છે.મંદિરના અવશેષોના પરીક્ષણ માટે કેટલાક તજ્જ્ઞને પણ બોલાવાયા છે. 

ઉત્તરમુખી શિવ મંદિર મળ્યું 

ઉજ્જૈનનાં પ્રસિદ્ધ જયોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર દક્ષિણમુખી જયોતિર્લિંગ છે.જો કે ઉત્તરની દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે.પુરાતત્વ વિભાગનાં માનવા મુજબ કલમોડામાં મળેલા શિવ મંદિર ઉત્તરમુખી મંદિર છે. અહીં ખોદકામ દરમિયાન વધુ મહત્વપૂર્ણ અવશેષો મળવાની સંભાવનાઓ છે. પથ્થરોના આકાર અને અવશેષ જોઈને એવો પણ દાવો થઇ રહ્યો છે કે આ મંદિર અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરાયું હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ