બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / 10 Wealthy youth Caught enjoying a drink in Vadodara; Which also includes two big names

મહેફિલ / વડોદરામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા ; ક્યા બે મોટા નામ પણ છે શામેલ

Mehul

Last Updated: 11:49 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ. ખુલેઆમ ખેતરાઉ જગ્યાએ માંડી હતી દારૂની મહેફિલ.કોન્ગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહીત 10 નબીરા ઝડપાયા

  • વડોદરામાં દારૂની મહેફિલ પર દરોડા
  • ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી
  • 10 નબીરાઓની નશાની હાલતમાં 

છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં જ વડોદરામાં એક મોટી દારુ મહેફિલમાં 10 નશેડી ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા- ગોરીયાદ પાસે ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓ પોલીસની અડફેટે ચડી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં શહેર કોન્ગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાત સામે આવતા વાત ચર્ચાના ચકડોળે ચઢી છે.

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ ઝડપાયા 

સમાજમાં દારૂને દૂષણને બદલે ભૂષણ માનતા આ નબીરાઓ ખેતરાઉ જેવી ખુલ્લી જગ્યાએ એકત્રિત થઈને મહેફીલે મંડયા હતા. પોલીસને શહેરના પાદરા-ગોરીયાદ નજીક ખુલામાં શરાબની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે 10 જેટલા નબીરાની અટકાયત કરી છે અને તેમને પોલીસ મથક લાવવામાં આવ્યા છે. નબીરાઓ સાથે શહેર કોંગ્રેસ નાં પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાતે વધુ ચર્ચા જગાવી છે. નબીરાઓ ઝડપાતા જ મોબાઈલની ઘંટડી રણકતી થઇ ગઈ છે. વડોદરાથી ગાંધીનગર સુધી તાર ઝણઝણવા લાગતા પોલીસે પણ સાવચેતી દાખવવાનું શરુ કર્યું છે. વડોદરા શહેર કોન્ગ્રેસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી અને તેમનો ભાઈ પણ આ મહેફિલમાંથી ઝડપાયા  છે  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ