બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 10 lakh people will be taken to Mars! Know what is elon Musk Mars Mission plan

શું વાત છે! / 10 લાખ લોકોને લઇ જવાશે મંગળ ગ્રહ પર! જાણો શું છે એલન મસ્કનો Mars Mission પ્લાન?

Megha

Last Updated: 11:57 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ યુઝર દ્વારા મંગળ પર જવા માટે સ્ટારશિપ લોન્ચ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કે તે સૌથી મોટું રોકેટ છે અને તે જ આપણને મંગળ પર લઈ જશે.

  • એલન મસ્ક હંમેશા અલગ-અલગ દાવાને કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે.
  • એલન મસ્કે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવા માટે ગેમ પ્લાન વિશે કહ્યું 
  • સ્ટારશિપ સૌથી મોટું રોકેટ છે અને તે આપણને મંગળ પર લઈ જશે.

અબજોપતિ એલન મસ્ક હંમેશા કંઇક આશ્ચર્યજનક અને નવું કરવા માટે જાણીતા છે. આ સાથે જ તેઓ તેમના નિવેદન અને અલગ અલગ દાવાને કારણે પણ લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. એવામાં હવે મસ્કે રવિવારે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવાની યોજના વિશે જાહેરાત કરી હતી. 

ટ્વિટરના માલિક એલન મસ્કનું મોટું એલાન, જલ્દી જ અમે અલવિદા કહીશું.... જાણો  શું કહ્યું | Twitter owner Elon Musk's big announcement, soon we will say  goodbye

આ વિશે વાત કરતાં એલન મસ્કે X પર એક પોસ્ટમાં લખ્યું કે "અમે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવા માટે ગેમ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું રોકેટ છે, જે આપણને મંગળ પર લઈ જશે.'' આ સાથે જ એલન મસ્કે કહ્યું કે એક દિવસ મંગળની સફર સામાન્ય દેશભરની ફ્લાઇટ જેવી હશે. 

વાત એમ છે કે ઈન્ટરનેટ યુઝર દ્વારા મંગળ પર જવા માટે સ્ટારશિપ લોન્ચ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કે સ્ટારશિપ પાંચ વર્ષથી ઓછા સમયમાં ચંદ્ર પર પહોંચી શકશે. સ્ટારશિપ સૌથી મોટું રોકેટ છે અને તે આપણને મંગળ પર લઈ જશે. જો કે મંગળ પર જવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. 

Topic | VTV Gujarati

આ ઉપરાંત એલન મસ્કે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે SpaceX આગામી આઠ વર્ષમાં લોકોને ચંદ્ર પર મોકલશે. આ વિશે લખતા એમને કહ્યું કે "હવેથી આઠ વર્ષ પછી વસ્તુઓ કેવી હશે? મને લાગે છે કે આપણે મંગળ પર લેન્ડ કરી ગયા હોઈશું અને મને લાગે છે કે આપણે લોકોને ચંદ્ર પર મોકલ્યા હશે." 

મસ્કે કહ્યું, “આપણે ચંદ્ર પર બેસ બનાવવો જોઈએ અને પછી લોકોને મંગળ પર મોકલવા જોઈએ. કદાચ સ્પેસ સ્ટેશનની બહાર કંઈક છે, આપણે તેના વિશે જોઈશું.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ