બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / 10 features of Atal Setu built at a cost of 17 thousand crores

મુંબઈ / બાઇક-રિક્ષા પર બેન, 100ની સ્પીડે દોડશે ગાડીઓ: 17 હજાર કરોડના ખર્ચે બનેલા અટલ સેતુની 10 ખાસિયતો

Priyakant

Last Updated: 11:11 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Trans Harbour Link Latest News: મુંબઈને PM મોદી આપશે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની ભેટ, આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં માત્ર 15-20 મિનિટનો સમય લાગશે

  • મુંબઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની આપશે ભેટ
  • લગભગ 22 કિલોમીટર લાંબો અટલ બ્રિજનું આજે PM કરશે ઉદ્ઘાટન 
  • મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકને અટલ બિહારી વાજપેયી સેવારી- ન્હાવા શેવા અટલ સેતુ નામ અપાયું 

Mumbai Trans Harbour Link : દેશની આર્થિક રાજધાની મુંબઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની ભેટ આપશે. વાત જાણે એમ છે કે, લગભગ 22 કિલોમીટર લાંબો અટલ બ્રિજનું આજે PM ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે ભારતનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ સાથે આજે PM મોદી નાસિકમાં 27માં યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે PM નો રોડ શો પણ થશે જે બાદ તેઓ નાશિકના પ્રખ્યાત કાલારામ મંદિરની મુલાકાત લેશે. આ સિવાય નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં PM  મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને અનેક વિકાસ પ્રોજેક્ટ ભેટ કરશે.

અટલ સેતુથી 15 મિનિટમાં 2 કલાકનું અંતર કપાઈ જશે 
MTHL એટલે કે મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકને 'અટલ બિહારી વાજપેયી સેવારી- ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ પુલનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2016માં કર્યો હતો અને તેમના વચન મુજબ આજે PM તેનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે. PM મોદી શહેરી ટ્રાફિકને સરળ બનાવવા, ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નાગરિકોની 'સરળતાની ગતિશીલતા' સુધારવા પર ભાર આપી રહ્યા છે.

જાણો શું છે અટલ સેતુની વિશેષતા ?

  • અટલ સેતુ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે
  • આ છ લેન બ્રિજ પર દરરોજ 70 હજારથી વધુ વાહનો અવરજવર કરી શકે છે
  • બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે, જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે
  • મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં
  • આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં માત્ર 15-20 મિનિટનો સમય લાગશે
  • તેનાથી દોઢથી બે કલાકથી વધુ સમયની બચત થશે.
  • એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત કરશે
  • આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે
  • સિક્સ લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
  • તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 190 CCTV કેમેરાથી સજ્જ છે

અટલ સેતુને બનાવવામાં કેટલો ખર્ચ થયો?
મુંબઈની ઝડપને વધુ વધારશે તે અટલ પુલની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. માનવામાં આવે છે કે, આ બ્રિજના નિર્માણથી મુંબઈ અને નવી મુંબઈ પછી ત્રીજું મુંબઈ બનાવવાનો માર્ગ સરળ બનશે. અટલ સેતુ માત્ર ભારતનો સૌથી લાંબો પુલ નથી તે વિશ્વનો 12મો સૌથી લાંબો સમુદ્રી પુલ પણ છે, જે 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.  અટલ સેતુ માત્ર બે મોટા શહેરોને નજીક લાવશે જ નહીં પરંતુ તેની ઉત્કૃષ્ટ ડિઝાઈન, દરિયાઈ સુંદરતા અને વિચિત્ર ફ્લેમિંગોના કારણે મુંબઈકરોની યાત્રાને રોમાંચક અને સુંદર પણ બનાવશે.

વાંચો વધુ: ક્યાં અને કેવું છે રામાયણનું પંચવટી? જ્યાંથી PM મોદી શરૂ કરવા જઇ રહ્યાં છે 11 દિવસનું અનુષ્ઠાન

30 હજાર 500 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
આજે મુંબઈમાં બનેલા આ ભવ્ય પુલના ઉદ્ઘાટનની સાથે, PM મોદી મહારાષ્ટ્રમાં 30 હજાર 500 કરોડ રૂપિયાથી વધુના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો શિલાન્યાસ પણ કરશે. તેઓ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે SEEPZ SEZમાં 'ભારત રત્નમ' અને ન્યૂ એન્ટરપ્રાઇઝિસ અને સર્વિસીસ ટાવર વનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે મહારાષ્ટ્રમાં મહિલા સશક્તિકરણની દિશામાં નમો મહિલા સશક્તિકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ