બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 1 person died due to heart failure in Ahmedabad, 1 in Kheda and 2 in Surat. Heart attacks are happening in the absence of serious illness, what is the reason?

રવિવાર / અમદાવાદમાં 1,ખેડામાં 1 અને સુરતમાં 2 લોકોના હાર્ટ બંધ પડતાં મોત, ગંભીર બીમારી ન હોવા છતા આવી રહ્યા છે હ્રદય હુમલાઓ, કારણ શું?

Vishal Khamar

Last Updated: 11:20 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે હાર્ટએટેકથી વધુ 4 લોકોના મોત થયા છે.. આજે અમદાવાદ-ખેડામાં એક-એક અને સુરતમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.

  • એક દિવસમાં હૃાર્ટએટેકથી 4 લોકોના મોત
  • અમદાવાદમાં 1,ખેડામાં 1 અને સુરતમાં 2ના મોત
  • ગંભીર બીમારી ન હોવા છતા થયું નિધન

નવરાત્રીના ગરબા રમતા યુવકોએ સાવચેતી રાખીને ગરબા રમવા કારણકે હાલ યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. અમદાવાદના હાથીજણમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. 28 વર્ષિય રવિ પંચાલ નામનો યુવક ગરમ રમતા સમયે જ અચાનક ઢળી પડ્યો હતો. હાર્ટ એટેક આવતા રવિ પંચાલનું મૃત્યુ નિપજ્યું હતું. 

સુરતમાં 2 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત
સુરતમાં સચિન જીઆઈડીસીમાં 2 વ્યક્તિનાં હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સચિન જીઆઈડીસીમાં 36 વર્ષનાં આબીદાખાતુન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. કામરેજનાં 40 વર્ષનાં સુશાંત નામનાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત  નિપજ્યું હતું. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ સુશાંત નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બંને લોકોને કોઈ ગંભીર બિમારી ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતુ. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

23 વર્ષીય યુવકના મૃત્યુથી પરિવારજનો શોકમા
ખેડામાં હાર્ટએટેકનાં કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ખેડા જીલ્લાનાં કઠલાલનાં છીપડીમાં રહેતા 23 વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો હતો. દેવરાજ મનહરસિંહ ઝાલાને સવારે એકાએક છાતીમં દુઃખાવો થયો હતો. જે બાદ પરિવારજનો યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતું ર્ડાક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય યુવકનાં મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. એક બાદ એક યુવકોનું હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ