બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 1 crore 33 lakh e-memo recovery pending in Vadodara

એક્શન / ટ્રાફિક નિયમભંગના ઇ-મેમો બાકી હોય તો ભરી દેજો, ગુજરાતનાં આ મોટા શહેરમાં કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી

Malay

Last Updated: 11:15 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 28 હજારથી વધુ વાહનચાલકો માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે નોટિસ ઈશ્યુ કરી છે. તેમને 13 મે સુધીમાં ઇ-મેમા ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.

 

  • 1.33 કરોડના ઇ-મેમોની વસૂલાત બાકી
  • ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા નથી ભરતા દંડ
  • 13 મે સુધી ઇ-મેમો ભરી દેવા અપાઇ સૂચના

ઇ-મેમો ના ભર્યો હોય તો ગુજરાતીઓ ચેતી જજો. કારણ કે વડોદરામાં 28 હજારથી વધુ વાહન ચાલકોને ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. વડોદરામાં 13 મે સુધીમાં ઇ-મેમો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વાહનચાલક ઇ-મેમો નહીં ભરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

સુરત પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાત મામલે લેવાયો મોટો નિર્ણય, તમારે જાણવું  જરૂરી | Big decision taken by Surat police in collection of traffic fines
પ્રતિકાત્મક તસવીર

ઇ-મેમો નહીં ભરનાર સામે કરાશે કાર્યવાહી
વડોદરામાં 1 કરોડ 33 લાખના ઇ-મેમોની વસૂલાત બાકી છે. શહેરમાં 28 હજારથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ દંડ ભર્યો નથી. તેમને ઇ-મેમો ભરવા માટે 13 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. વાહન ચાલકોએ આગામી 13મી તારીખ સુધીમાં બાકી ઇ-મેમા ભરી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પડતર ઇ-મેમો સંદર્ભે નોટિસ ઈશ્યુ કરી છે. ઇ-મેમો નહીં ભરનાર સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

ગુજરાતના તમામ અનાજ ગોડાઉનમાં લગાવાશે અદ્યતન CCTV કેમેરા | Latest CCTV camera  install Grain Godowns in gujarat

રાજકોટ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં
રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના વાહનને ડિટેઈન કરવાની પણ કોર્ટે મંજૂરી આપી દીદી છે. રાજકોટમાં 4 કે તેથી વધુ ઇ-મેમો હશે તો વાહન ડિટેઇન કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ડિટેઇન કરશે. જે કોઈ દંડની રકમ નહીં ભરે તેમના વાહનો સ્પેશિયલ ડ્રાઈવ કરીને ડિટેઇ થઇ જશે. 

જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબીએ નોટિસો મોકલી
મોરબી જિલ્લા ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇશ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરુદ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા કોર્ટ નોટિસો કાઢી મોકલી આપવામાં આવેલ છે. ઇ-ચલણોનાં આવા કુલ-1930 કેસ આગામી તા.13/05/2023 ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ