બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 1-2 packs or more..How much alcohol is safe to consume per day? WHO said the limit

માન્યતા / 1-2 પેક કે પછી..રોજ કેટલા પ્રમાણમાં દારૂનું સેવન કરવું સુરક્ષિત? WHOએ જણાવી લિમિટ, નિયમમાં રહેશો તો ફાયદામાં રહેશો

Megha

Last Updated: 11:51 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો માને છે કે દિવસના 1-2 પેગ દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન પંહોચતુ નથી, એવામાં હાલ WHOએ જણાવ્યું છે કે દરરોજ કેટલી દારૂના સેવનને સુરક્ષિત માનવામાં આવે છે?

  • દુનિયામાં દારૂ પીવાવાળા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે
  • WHOએ જણાવ્યું છે કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ.. !
  • આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું ક્યાંય સાબિત થયું નથી 

આખી દુનિયામાં દારૂ પીવાવાળા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. એવામાં હાલ જ 31ની ડિસેમ્બર આવી રહી છે આ સમયે દારૂની માંગમાં ઘણો વધારો પણ જોવા મળે છે. લગભગ લોકો ન્યુ યરની પાર્ટીના નામે દારૂનું સેવન કરે છે. આમ પણ હાલ દરેક તહેવાર કે ઉજવણી સમયે દારૂપીવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. આવી રીતે ઘણા લોકોને દારૂ પીવાની આદત લાગી જાય છે અને તેઓ દરરોજ આલ્કોહોલનું સેવન કરવા લાગે છે. 

Tag | VTV Gujarati

WHOએ જણાવ્યું છે કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ.. 
હવે એ વાત તો જાણીતી જ છે કે વધુ પડતું દારૂનું સેવન કરવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત ઘણી જાનલેવા બીમારીઓ થાય છે. આમ છતાં ઘણા લોકોનું એવું આનવું છે કે દરરોજ માપમાં દારૂ પીવાથી આવી કોઈ સમસ્યા થતી નથી. એવામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે દરરોજ કેટલી દારૂના સેવનને સુરક્ષિત માનવામાં આવે છે? એવામાં હાલ WHOએ જણાવ્યું છે કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ.. 

અંહી ઘણા લોકો માને છે કે દિવસના 1-2 પેગ દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન પંહોચતુ નથી, તો ઘણા લોકો એવું માને છે કે 3-4 પેગ પીવા નોર્મલ છે. આ સાથે જ ઘણી રિસર્ચમાં આલ્કોહોલના સેવનના ઘણા ફાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે. એવામાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન એટલે કે WHOએ આ જ વર્ષે આલ્કોહોલને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ કહી હતી. 

Topic | VTV Gujarati

WHOએ આલ્કોહોલના સેવનની સાચી મર્યાદા જણાવી છે
આ રિપોર્ટ અનુસાર દારૂનું એક ટીપું પણ સુરક્ષિત ન ગણી શકાય. વાઇન અથવા અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. લોકોએ બિલકુલ દારૂનું સેવન ન કરવું જોઈએ. WHO ઘણા વર્ષોના મૂલ્યાંકન પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે. આલ્કોહોલનું પહેલું ટીપું પીવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત અનેક ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. દારૂ કે બિયરના એક પેગને પણ સલામત માનવા એ લોકોમાં એક ખોટી માન્યતા છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ સ્ટડીથી એવું સાબિત નથી થયું કે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. આવા સંશોધન વિવાદોથી ઘેરાયેલા છે. વર્ષો પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે આલ્કોહોલને ગ્રુપ 1 કાર્સિનોજેનમાં સામેલ કર્યો હતો. કાર્સિનોજેન્સ કેન્સર પેદા કરતા જૂથમાં સામેલ છે. આ ખતરનાક જૂથમાં એસ્બેસ્ટોસ, રેડિયેશન અને તમાકુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર આલ્કોહોલ જ નહીં, તમાકુ અને રેડિયેશન પણ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ