બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / Zomato delivery boy was crying on the road, know what was the reason

હે ભગવાન / 'બહેનના લગ્ન પહેલા Zomatoએ બંધ કર્યું એકાઉન્ટ', રસ્તા પર ડિલિવરી બોય ધ્રુસકેને ધ્રુસકે રડ્યો

Vishal Dave

Last Updated: 08:42 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિલિવરી બોયે સોશિયલ મીડિયા યુઝર સમક્ષ કહ્યું કે તેની બહેનના લગ્ન પહેલા કંપનીએ તેનું એકાઉન્ટ બંધ કરી દીધું છે..આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ

મુશ્કેલીમાં મૂકાયેલા ઝોમેટો કાર્યકરની દુખદ સ્ટોરી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે...આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x  પર સોહન ભટ્ટચાર્ય નામના યુઝરે મુકી હતી. તેનું કહેવું હતું કે તે એક મુશ્કેલીમાં મુકાયેલા ઝોમેટો વર્કરને  મળ્યો. આ ઝોમેટે વર્કરે તેને  જણાવ્યું કે તેની બહેનના લગ્ન નજીકમાં છે અને આ પહેલા કંપનીએ તેનું Zomato એકાઉન્ટ બંધ કરી દીધું છે.  તે Zomato ડિલિવરી મેનનો ફોટો શેર કરતા સોહમ ભટ્ટાચાર્યએ લખ્યું, "તે GTB નગર પાસે ખૂબ રડી રહ્યો હતો. તે બધા પાસે પૈસા માંગતો હતો. તેણે કહ્યું કે તેણે કંઈ ખાધું નથી, તે તેની બહેનના લગ્ન માટે બધું બચાવી રહ્યો છે." ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું કે આ વ્યક્તિએ તેને કહ્યું કે ઝોમેટો એકાઉન્ટ બંધ થયા બાદ તે રેપિડો માટે કામ કરી રહ્યો છે. તેણે લોકોને ડિલિવરી મેનને મદદ કરવા અને તેના એકાઉન્ટનો QR કોડ શેર કરવા વિનંતી કરી.

બહેનના લગ્ન પહેલા Zomato એકાઉન્ટ બંધ, રડી પડ્યા

સોહમ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિએ 28 માર્ચે X પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે ઝોમેટો ડિલિવરી કરનાર વ્યક્તિનો ફોટો શેર કર્યો અને જણાવ્યું કે તે વ્યક્તિએ કહ્યું કે તેની બહેનના લગ્ન પહેલા કંપનીએ તેનું એકાઉન્ટ બંધ કરી દીધું છે.. આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને 24 કલાકથી ઓછા સમયમાં 29 લાખથી વધુ વખત જોવામાં આવી. આ પછી Zomato કંપનીએ પણ જવાબ આપ્યો. તેઓએ લખ્યું, "અમે અમારા ડિલિવરી પાર્ટનર્સને ખૂબ મહત્વ આપીએ છીએ, અને અમે સમજીએ છીએ કે એકાઉન્ટ બંધ કરવા જેવી ક્રિયાઓ તેમના પર શું અસર કરી શકે છે. નિશ્ચિંત રહો, અમે આવી બાબતોને ગંભીરતાથી લઈએ છીએ. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે આની તપાસ કરીશું. અમારા ડિલિવરી પાર્ટનર્સ અમારા ગ્રાહકો જેટલાજ મહત્વપૂર્ણ છે."


આ પણ વાંચોઃ  પરિવાર આઘાતમાં! વલસાડમાં ગિટાર આર્ટિસ્ટ, તો સુરતમાં 28 વર્ષીય પટેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત


આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

આ પોસ્ટ પર, ઘણા લોકોએ ડિલિવરી પાર્ટનરને મુસીબતમાં મૂકવા માટે જોમેટોની ટીકા કરી. એક યુઝરે લખ્યું, "કૃપા કરીને તેનું Zomato એકાઉન્ટ ફરીથી સક્રિય કરો. કામદાર વર્ગ આપણા સમાજ અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેઓ પહેલા તેમના રોજિંદા ખોરાકનું સંચાલન કરે છે, આ તેમની રોજની લડાઈ છે. તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ આરામદાયક જીવન જીવી શકે. પૈસા વિના કોઈ કેવી રીતે જીવી શકે?" અન્ય એક યુઝરે લખ્યું, 'તમારે તમારા ડિલિવરી પાર્ટનરને વધુ માન આપવું જોઈએ. તમે જે રીતે તેમની સાથે વર્તો છો તે દર્શાવે છે કે તમે તમારા ગ્રાહકોને કેટલું મહત્વ આપો છો. આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યાં કોઈ ડિલિવરી પાર્ટનર સાથે અનાદર કરવામાં આવ્યો હોય..'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ