બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Guitar artist in Valsad, 28-year-old Patel youth dies of heart attack in Surat

ડરનો માહોલ / પરિવાર આઘાતમાં! વલસાડમાં ગિટાર આર્ટિસ્ટ, તો સુરતમાં 28 વર્ષીય પટેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત

Dinesh

Last Updated: 07:37 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart attack news: ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજે ફરી હાર્ટ એટેકથી મોતની બે ઘટના સામે આવી છે, વલસાડમાં ગિટાર આર્ટિસ્ટ અને સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં 27 વર્ષના યુવાનનું હાર્ટ એટેક મોત થયું છે

ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કારણે મૃત્યુના કિસ્સાએ ચિંતા વધારી છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. તેમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજે ફરી હાર્ટ એટેકથી મોતની બે ઘટના સામે આવી છે. 

27 વર્ષના યુવકનું મોત
સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં 27 વર્ષના એક યુવાનનું બેભાન થઈ ગયા બાદ મોત થયું હોવાની વિગતો સામે આવી છે એલીન પટેલ નામનો યુવાન બેભાન થઈ જતા પાડોશીઓએ એલીનને સારવારમાં ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. જેમાં મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
 

મિતેષ પટેલનું હાર્ટ એટેકથી મોત
વલસાડમાં એક ગિટાર આર્ટિસ્ટનું હાર્ટએટેકથી મોત થયું છે. મિતેષ પટેલ રેલવે યાર્ડ પર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવ્યો હતો. તેને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતો

આવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે 
નિષ્ણાંત અનુસાર કોરોનરી આર્ટરી ડિઝીઝ સૌથી કોમન હાર્ટ ડિઝીઝમાંથી એક છે અને તેનાથી મોતનો ખતરો વધારે છે. ડાયાબિટીસના દર્દીને કોરોનરી આર્ટરી ડિઝિસ થવાનો ખતરો હોય છે. દેશમાં કરેલા અમુક અભ્યાસ અનુસાર ભારતમાં એક લાખની જનસંખ્યા પર 272 લોકો હૃદય રોગી છે. 

લોકોએ ફિટ રહેવું, યોગ્ય ડાયેટ લેવી, યોગ્ય એક્સરસાઈઝ કરવી અને સ્મોકિંગ- દારી જેવી વસ્તુઓનું સેવન ન કરવું. ધુમ્રપાન અને દારૂનું સેવન કરનાર કે બેઠાળુ જીવન જીવનાર લોકો અથવા અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ અને ફેફસાના ફાઈબ્રોસિસ વાળા લોકોમાં હાર્ટ ડિઝીઝ વિકસિત થવાની સંભાવના વધારે હોય છે. 

વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

હાર્ટ એટેકથી બચવાની 5 રીત 

  • દરરોજ એક્સરસાઈઝ કરો અને પોતાની ફિટનેસ સારી રાખો. 
  • પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો. 
  • સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો. 
  • સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો. 
  • ડાયાબિટીસ, બીપી કે ફેફસાની મુશ્કેલી હોય તો સતર્ક રહો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ