બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / zakir khan shared an instagram post after sidharth shuklas death about reality of life

VTV વિશેષ / સેલિબ્રિટિઝનાં મૃત્યુ વિશેની ઝાકિર ખાનની પોસ્ટ વાયરલ, શું કોઈનું મૃત્યુ પણ બની શકે છે કમાણીનું સાધન?

Mayur

Last Updated: 04:48 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનાં મૃત્યુ બાદ Zakir Khan ની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ખૂબ વાયરલ થઈ ગઈ. જિંદગી અને મૃત્યુની સચ્ચાઈ દર્શાવતી આ પોસ્ટ ઘણું બધુ કહી જાય છે.

- મયૂર સોલંકી

Zakir Khan  ની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ ગઈ. અનુષ્કા શર્મા સહિતની સેલિબ્રિટીઝે આ પોસ્ટને રિશેર પણ કરી. છે. એક વ્યથા છે આ પોસ્ટમાં. એક પ્રકારનો બળાપો. કે જે સેલિબ્રિટીને લાખો કરોડો લોકો ચાહતા હોય એમનું તો ડેડ બોડી પણ કેમેરામેન જેવા લોકો માટે કમાવાનું સાધન છે. લોકો એને માણસ નથી સમજતા પણ એમના માટે એ એક સ્ટોરી જ છે બસ.

પણ શું આ જ સચ્ચાઈ નથી? જિંદગીની? આપણા બધાની? ઝાકિર એક સારો કોમેડિયન હોવા ઉપરાંત એક સમજેલો માણસ પણ છે. શાહરુખની જેમ એ ઇન્ટવ્યુઝમાં જે કંઈ પણ બોલે એ સાંભળવાની મજા જ આવે. એમ એણે તો વાસ્તવિકતા દર્શાવતી આ પોસ્ટ શેર કરી દીધી અને બળાપો ઠાલવી દીધો. પણ એ પણ સાચું જ છે ને કે મૃત્યુ પામેલા એ સેલિબ્રિટીના કારણે કે એ સમાચારના કારણે હજારો લોકોના બાળકો સાંજે રોટી ખાવાના છે કે રમકડાં રમવાના છે. મિડિયા જેવા ફિલ્ડનાં લોકોના તો ઘર જ એનાં કારણે ચાલે છે. એમના માટે તમે એક સ્ટોરીથી વધારે કંઈ નથી. તમારો ફોટો પાડવા માટે એને જે રિવોર્ડ મળશે એમાંથી જ એ સાંજે એના બચ્ચાઓને ડિનર પર લઈ જશે ને! અને એવું નથી કે તમે સેલિબ્રિટી છો એટલાં માટે જ અને માત્ર મીડિયા માટે જ તમે એક સ્ટોરી છો. અરે ગણીને બે પાંચ માણસો સિવાય આખી દુનિયા માટે હું કે તમે માત્ર એક સ્ટોરી જ છો બસ. 

May be an image of text that says 'Isliye tumhari maut tamasha hi rahegi. Roti maa bhi tamasha, Ghum se tuta hua baap tamasha, Be-sud behen, Himmat haare hue bhai, Tumse mahobbat karta har insaan unke liye bas tamasha hai.'

 

આ સામાન્ય માણસોની જિંદગીમાં પણ એટલું જ લાગુ પડે છે. આપણે ધંધો નામની વસ્તુ સમજી જઈએ એ દિવસે ખબર પડી જાય કે ડોક્ટરની બૈરીને સોનાનો હાર જોઈતો હોય તો ડેન્ગ્યુની સિઝન બરાબર ચાલવી જોઈએ. કડવી પણ આ જ હકીકત છે આપણી દુનિયાની.

કોરોના કે ડેન્ગ્યુનાં એક પેશન્ટને ડોકટર જ્યારે રોજ રિપોર્ટ્સ લખી આપે ત્યારે એનાં માટે એ એક પ્રોટોકૉલ કે પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ/ પ્રોફેશન છે પણ પેશન્ટના ખિસ્સા પર એ સોય એટલી ચુભતી હોય છે ને કે એ માત્ર એનું મન જાણતું હોય છે. એનાં શરીરમાંથી માત્ર બ્લડ નથી જતું. એના પરસેવાની કિંમતે ઉભી કરેલી સંપત્તિ પણ જતી હોય છે. અને રોજ શરીરમાં પંચર થાય ત્યારે નિડલ્સ ખાઈ ખાઈને ધીમે ધીમે અંદરથી માણસ હારતો જાય એ અલગ. પણ એ બધું ડોક્ટર, નર્સ કે બ્લડ લેનાર ફ્લેબો માટે તો રોજનું થયું. હોસ્પિટલમાં કોઈનું ડેથ થઈ જાય તો એ દિવસે એણે ઘરે જઈને દીકરીનો બર્થડે સેલિબ્રેટ નહીં કરવાનો? 

મેં ઘણાં એવા કિસ્સા પણ જોયા છે કે જેમાં પર્સનલ લોન્સ લઈને પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી દીધા પછી ન ચાલે તો યંગ ડોકટરોએ આપઘાત કરવા પડ્યા હોય. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં હોય એવા ફિઝીશ્યનને દિવાળી બોનસ કોઈ નથી આપવાનું. પણ એને વાયરલની સિઝન ચાલી કે નહીં એના પરથી નક્કી થવાનું છે કે આ વખતે ફેમિલી સાથે વેકેશન મનાવવા લોનાવાલા જવાશે કે કેમ! આ જ રિયાલિટી છે. માનવી હોય તો માનો નહીં તો રડયા કરો ઇમોશનનાં રોદણાં.

અને જ્યાં સુધી કોન્ટેન્ટ કે મીડિયા જેવા ફિલ્ડની વાત છે તો એ વાત સાચી જ છે કે એમને રોજ નવું લાવવાનું છે. ક્યાંથી લાવે નવું? એ જો નવું ન લાવી શકે તો એમની નોકરીઓ જતી રહે. એમના ઘરે રસોડા બંધ થઈ જાય. તમને જે રીતે પ્રડ્યુસર્સ દ્વારા કે અન્ય લોકોને સરકાર અને કંપની દ્વારા જે રીતે ટાર્ગેટ પુરા કરવા માટે આપવામાં આવે છે એમ એમને પણ ટાર્ગેટ પુરા કરવા પડે છે. સાંજ પડ્યે એમને પણ ક્લિકસ, વ્યુઝ કે હિટ્સ આપવી પડે છે અને એના માટે રોજ નવો મસાલો લાવવા માટે એમને પણ મહેનત કરવી પડે છે.

 અને માનો કે ન માનો પણ તમને એ જ પીરસવામાં આવી રહ્યું છે જે મીડિયોકર પબ્લિકને કન્ઝયૂમ કરવું છે. લોકોને જેમાં રસ છે અને જે જોવું છે એ જ દુનિયાને પીરસાઈ રહ્યું છે. અને આ કંઈ તમે સેલિબ્રિટી છો એટલે જ નહીં, ગામમાંથી સ્મશાનયાત્રા નીકળે ત્યારે ત્યાં પણ રસ્તા ઉપર જે ટોળાં થઈ જાય છે એમાં બે ચારને બાદ કરતાં બીજા એકેયને ગયેલાંનું દુઃખ નથી. એ બધાને મૃતક કોણ હતો ને શું કરતો હતો ને કોના સાથે લફરું હતું એ બધી વાતો માં જ રસ હોય છે. બધાંને એ કહાનીઓમાં જ રસ પડે છે. અને આ એ જ પબ્લિક છે જેણે તમને સેલિબ્રિટી બનાવેલા. હવે એને જ ડમ્બ કહેવા હોય તો કહો.

પણ જિંદગીની આ સચ્ચાઈ નાનાંમોટાં બધા માણસોએ સ્વીકારી લેવી જોઈએ. કે ગયા પછી કોઈ નવરુ નથી તમારી પાછળ જિંદગીભર રડયા કરવા માટે. એ બરાબર પણ ન કહેવાય. અને શબવાહિનીના ડ્રાઈવરથી સ્મશાનમાં કામ કરતા માણસ સુધીનાં બધા માટે તમે એક બોડીથી વધારે કંઈ જ નથી. એ લોકોના બાળકોનાં પેટ એના કારણે જ ભરાય છે. એટલે બની શકે તો બહુ મોહ રાખ્યાં વગર ઓર્ગન ડોનેશન કે મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ માટે બોડી ડોનેટ કરતાં જાઓ તો છેલ્લે છેલ્લે પણ કોઈને કામ આવી શકશો. બાકી તમે પ્રેસિડેન્ટ હોવ તોય છેલ્લે જિંદગી પલ દો પલકી કહાની હૈ બસ.

(Disclaimer : આ આર્ટિકલમાં લખાયેલા અને રજૂ કરાયેલા વિચારો અને મંતવ્યો લેખકના પોતાના અંગત છે. VTVGujarati.com આ વિચારો સાથે સહમત કે પ્રોત્સાહન આપતું નથી. માત્ર લેખક અને વાચકોના વિચારો રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ