બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ભાવનગર / Yuvraj Singh said, former education minister Jitu Vaghani should also be summoned

BIG NEWS / ડમીકાંડ: 'પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ, પૂછપરછ થશે તો મંત્રીઓના પણ નામ આપીશ', યુવરાજસિંહના ગંભીર આક્ષેપ

Priyakant

Last Updated: 12:08 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહે કહ્યું કે, હું નિવેદન નોંધાવવા આવ્યો છું કે, મારા દ્વારા કોઈ આર્થિક વહીવટ કરવામાં આવ્યો નથી. મારુ સમન્સ નીકળે તો અન્ય નેતાઓના સમન્સ નીકળવા જોઈએ

  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થશે
  • પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી
  • સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે નામ આપ્યા એની તપાસ નથી થઈ રહી: યુવરાજસિંહ 
  • પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ જવુ જોઇએ -યુવરાજસિંહ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થશે. જોકે આજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે અનેક આક્ષેપો લગાવ્યા છે. યુવરાજસિંહે કહ્યું કે, સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે નામ આપ્યા છે એની તપાસ નથી થઈ રહી. આ સાથે તેમણે કહ્યું કે, મેં 4 નામ આપ્યા હતા જેમાંથી એક નામ સામે તપાસ નથી થઈ . 

ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યા બાદ હવે તે આજે ભાવનગર પહોંચ્યા છે. આ દરમિયાન આજે યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મોટા માથાઓ દ્વારા આ પ્રકરણ દબાવવા પ્રયાસ થઈ રહ્યાં છે.  મે નામ આપ્યા છે એની તપાસ નથી થઈ રહી. આ સાથે તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, જે મોટા માથાઓએ મન પોતાની પાર્ટીમાં જોડાવા ઓફર આપી હતી તેઓ પણ આ કાંડ દબાવવા સક્રિય છે. 

રાજકીય વ્યક્તિઓ ચલાવી રહ્યા છે ષડયંત્ર: યુવરાજસિંહ 
ભાવનગર પહોંચેલા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, રાજકીય વ્યક્તિઓ ષડયંત્ર ચલાવી રહ્યા છે. મારા પ્રત્યે દ્રેશ રાખીને કાર્યવાહી કરાઇ રહી છે. આ સાથે ઉમેર્યું કે, રાજકીય કિન્નાખોરીના કારણે આ કાર્યવાહી થઇ રહી છે. 

આર્થિક વહીવટને લઈ આપ્યું મોટું નિવેદન 
યુવરાજસિંહે કહ્યું કે, હું નિવેદન નોંધાવવા આવ્યો છું કે, મારા દ્વારા કોઈ આર્થિક વહીવટ કરવામાં આવ્યો નથી. મારુ સમન્સ નીકળે તો અન્ય નેતાઓના સમન્સ નીકળવા જોઈએ. તેમણે ઉમેર્યું કે, મારી પાસે 30 કૌભાંડીના નામ છે. મારુ સમન્સ નીકળે તો અન્ય નેતાઓના સમન્સ નીકળવા જોઈએ. 

મારા એકલાનું જ નિવેદન કેમ ? : યુવરાજ 
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, મારી પાસે 30 કૌભાંડીના નામ છે. ઉર્જા વિભાગની ભરતીમાં નામ આપ્યા હતા છતા તેની પૂછપરછ ન થઈ. તેમને કહ્યું કે, ઉર્જા વિભાગ ભરતીમાં અવધેશ અને એવિનાસના નામ આપ્યા હતા. નામ આપ્યા છતા તેમને સમન્સ ન પાઠવાયુ. આ સાથે તેમણે કહ્યું કે, મારા એકલાનું જ નિવેદન કેમ ? 

રાજકીય નેતાઓને સમન્સ કેમ નહીં ?
યુવરાજસિંહે કહ્યું કે, રાજકીય નેતા જસુ ભીલને શા માટે સમન્સ ન પાઠવાયુ ? પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી સમયમાં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતીમાં જે કૌભાંડ થયુ તેના ૩૦ નામો આપીશ. પૂછપરછ થશે તો હું પૂર્વ મંત્રી અન વર્તમાન મંત્રીઓના પણ નામ આપીશ. તેમણે કહ્યું કે, જ્યા સુધી કટકીનો ભાગ પહોંચતો હતો તે તમામના નામો આપીશ. 

પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ જવુ જોઇએ -યુવરાજસિંહ 
ભાવનગરમાં MPHW ભરતીને લઈ ૩૦ નામો સાથે એસપી કચેરીએ પહોંચ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ જવુ જોઇએ. મે વર્તમાન ગૃહરાજ્ય મંત્રીને પણ પુરાવા આપ્યા છે છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. યુવરાજસિંહે કહ્યું કે, સરકારને તકલીફ મારાથી છે. મને ઓફર આપવા પણ આવ્યા હતા. 

મને આશંકા છે કે મને પતાવી દેવા માગે છે-યુવરાજસિંહ
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારને તકલીફ મારાથી છે. મને ઓફર આપવા પણ આવ્યા હતા. આ સાથે તેમણે ઉમેર્યું કે, મે મારા 5 વારસદારો નીમ્યા છે. મને આશંકા છે કે મને પતાવી દેવા માગે છે. મને હિટ એન્ડ રન અથવા અન્ય કોઈ રીતે પતાવી દેવાશે એવુ મને લાગે છે. આ સાથે તેમણે કહ્યું કે, અમે આર.એમ પટેલનું સ્ટિંગ કર્યુ હતુ. જોકે હજી સુધી આર.એમ પટેલની પોલીસે પૂછપરછ પણ નથી કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ