બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / You can create your own AI stickers on WhatsApp know what is the process of creating stickers
Last Updated: 04:18 PM, 20 February 2024
વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પાસે યુઝર એક્સપીરિયંસને વધારવા માટે ઘણા રસપ્રદ ફિચર્સ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી આવ્યા બાદ તેનો ઉપયોગ WhatsAppમાં પણ થઈ રહ્યો છે. વોટ્સએપમાં એક એવું શાનદાર AI ફીચર છે જેની મદદથી તમે તમારા પોતાના AI સ્ટિકર્સ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. WhatsApp AI સ્ટિકર્સ બનાવીને તમે આ સ્ટિકર્સ તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. ચાલો અમે તમને સરળ ભાષામાં સમજાવીએ કે તમે તમારા પોતાના AI સ્ટિકર્સ કેવી રીતે બનાવી શકો છો.
ADVERTISEMENT
WhatsApp પર આ રીતે AI સ્ટીકરો બનાવો
સૌ પ્રથમ, તમે જેને AI સ્ટીકર મોકલવા માંગો છો તેના નામ પર ક્લિક કરીને ચેટબોક્સ ખોલો. આ પછી, ચેટ બોક્સની ડાબી બાજુએ દેખાતી સ્માઈલી પર ટેપ કરો અને સ્ટીકર વિકલ્પ પર ક્લિક કરો.
ADVERTISEMENT
સ્ટીકર વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને અવતાર ન્યૂ લખેલું દેખાશે, આ વિકલ્પ પર ટેપ કરો. આ વિકલ્પ પર ટેપ કરતાની સાથે જ તમને સ્ક્રીન પર Loading Avatar લખેલું જોવા મળશે.
પસંદગી માટે બે વિકલ્પ મળતા હોય છે
આગળની સ્ક્રીન પર Get Started દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમને બે ઓપ્શન મળશે, પહેલો વિકલ્પ એ છે કે વોટ્સએપનું આ ફીચર તમારો ફોટો ક્લિક કરશે અને તમારા AI અવતારને સ્ટીકર તરીકે ક્રિએટ કરશે અને બીજો વિકલ્પ એ છે કે તમે મેન્યુઅલી પણ અવતાર બનાવી શકો છો.
ધારોકે તમે ટેક ફોટો વિકલ્પ પર ક્લિક કર્યું અને તમારો એક સરસ પિક પાડ્યો..આ પિક્ચર ક્લિક કર્યા પછી સ્કિન ટોન પસંદ કરવાનું કહેવામાં આવશે. તમે સ્કિન ટોન પસંદ કરશો કે તરત જ તમારો AI અવતાર બનાવવામાં આવશે. અવતાર બન્યા પછી, તમારો અવતાર સ્ટીકર વિભાગમાં દેખાશે જેને તમે કોઈપણ સાથે શેર કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.