બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You can consume these 7 green juices to reduce sugar levels

આરોગ્ય ટિપ્સ / ઇન્સ્યુલિનથી ભરપૂર છે આ 7 ગ્રીન જ્યૂસ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાનરૂપ, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 08:06 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરગવાની સિંગનું જ્યુસ અનેક બીમારીઓ માટે ફાયદાકારક હોય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે શરીરનું રક્ષણ કરે છે.

દિવસેને દિવસે ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. મોટે ભાગે ડાયાબિટીસ થવાનું કારણ આનુવંશિક અને જીવનશૈલી હોય છે. ડાયાબિટીસ થવાથી શરીરમાં ઇન્સ્યુલીન બનતું બંધ થઈ જાય છે અથવા તો તેનું કામ ખરાબ થઈ જાય છે. જેના કારણે લોકોનું બ્લડ સુગર લેવલ જલ્દીથી વધવા લાગે છે. સુગર લેવલને ઓછું કરવા માટે તમે આ 7 ગ્રીન જ્યુસનું સેવન કરી શકો છો. 

સરગવાની સિંગનું જ્યુસ 
સરગવાની સિંગનું જ્યુસ અનેક બીમારીઓ માટે ફાયદાકારક હોય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે શરીરનું રક્ષણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ સરગવાની સિંગનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.  

પાલક જ્યુસ 
પાલકમાં વિટામિન અને એમીનો એસિડ હોય છે. શરીરમાં લોહીની ઉણપ હોય તો પાલકનું સેવન કરવું જોઈએ. આ સાથે ડાયાબિટીસના દર્દીઓએ પણ પાલકનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.  

દૂધીનું જ્યુસ 
પાચન માટે દૂધીનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ફાયબર જેવા પોષક તત્વો હોય છે. દૂધીના જ્યુસના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. 

કાકડીનું જ્યુસ 
ડાયાબિટીસના દર્દીઓ કાકડીના જ્યુસનું સેવન પણ કરી શકે છે. આ જ્યુસ કબજિયાત જેવી સમસ્યા માટે પણ ફાયદાકારક છે. 

એલોવેરા જ્યુસ
એલોવેરા જ્યુસનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. તેમાં વિટામિન C, વિટામિન E અને એન્ટીઓક્સિડેન્ટ જેવા પોષક તત્વો હોય છે. 

વાંચવા જેવું: વિટામીનની ગોળીઓ ખાતા હોવ તો આટલું ખાસ જાણી લેજો, નહીંતર શરીરમાં નહીં થાય કોઈ અસર

આમળાંનું જ્યુસ 
ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાંનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. 

કારેલાનું જ્યુસ 
જો તમારું બ્લડ સુગર લેવલ વધી ગયું હોય તો તમારે કારેલાના જ્યુસનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ