બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Wrestlers Protest to New Parliament, delhi police replied to rakesh tikait threat

દિલ્હી / પહેલવાનોની નવા સંસદ ભવન તરફ કૂચ શરૂ! રાકેશ ટિકૈતે પોલીસને આપી ચેતવણી , દિલ્હી પોલીસે કહ્યું કાર્યક્રમમાં વિઘ્ન નહીં આવવા દઈએ

Vaidehi

Last Updated: 09:28 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાનો આજે મહિલા સમ્માન મહાપંચાયતનું ગઠન કરવા નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યાં છે. ત્યારે રાકેશ ટિકૈતે પોલીસને ચેતવણી આપી છે. જ્યારે દિલ્હી પોલીસે વળતો જવાબ આપ્યો છે.

  • પહેલવાનો નવા સંસદ ભવન તરફ કરી રહ્યાં છે કૂચ
  • રાકેશ ટિકૈતે દિલ્હી પોલીસને આપી છે ચેતવણી 
  • દિલ્હી પોલીસનાં CPએ આપ્યો વળતો જવાબ

દિલ્હીનાં જંતર-મંતરથી પહેલવાનો, મહિલા સમ્માન મહાપંચાયતનું ગઠન કરી નવી સંસદની સામે પ્રોટેસ્ટ કરવા જઈ રહ્યાં છે. ત્યારે ખાપ પંચાયત સહિત પંજાબ કિસાન મજૂર સંઘર્ષ કમિટી પણ પહેલવાનોનાં સમર્થનમાં નવા સંસદ ભવન તરફ આગળ વધી રહ્યાં છે. આ વચ્ચે BKUનાં નેતા રાકેશ ટિકૈતે પોલીસ પ્રશાસનને ચેતવણી આપી છે.

ટિકૈતે કહ્યું કે પ્રશાસને તેમના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનાં ઘરોની પાસે ફોર્સ ગોઠવી છે. પ્રશાસન સવારે 10 વાગ્યા સુધી આ ફોર્સ હટાવી લે નહીંતર અમે દિલ્હીથી ગાડી નહીં પરંતુ ટ્રેક્ટર લઈને આવી જશું અને જ્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય ત્યાં સુધી પાછા નહીં જઈએ.ટિકૈતે કહ્યું કે આ BJP દ્વારા આપવામાં આવેલું જીવન કે કોંગ્રેસનાં માણસો પણ નથી કે તમે કોઈને રોકવાનાં પ્રયાસ કરો. કોઈને ત્યાં જો ફોર્સ જોવા મળશે તો ટ્રેક્ટર લઈને ખેડૂતો નિકળશે અને જો ખેડૂત ટ્રેક્ટર લઈને નિકળ્યો તો એ એક દિવસ માટે નહીં નિકળે. તેમણે કહ્યું કે આ એક દિવસનો પ્રોગ્રામ છે, ફોર્સ હટાવી દેજો નહીંતર આંદોલન સમાપ્ત નહીં થાય ત્યાં સુધી પાછા નહીં જઈએ.

પોલીસે આપ્યો વળતો જવાબ
દિલ્હી પોલીસનાં સ્પેશિયલ CP દિપેન્દ્ર પાઠકે પહેલવાનોનાં પ્રોટેસ્ટ અંગે જવાબ આપતાં કહ્યું કે, ખેલાડીઓ માટે ઘણું માન-સમ્માન છે પરંતુ આ નવા સંસદ ભવનનું ઉદ્ગાટન છે. આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે અને અમે તેમા કોઈ વિઘ્ન આવવા નહીં દઈએ. દિલ્હી પોલીસની તમામ પ્રકારની તૈયારીઓ છે. અમે 8થી 10 હજાર સૈનિકોને ચોક્કસ જગ્યાએ તૈનાત કર્યાં છે.  પ્રદર્શન આ મોટા કાર્યક્રમમાં બાધારૂપ ન બને તેનું અમે ધ્યાન રાખીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ