બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / World's largest energy park, 1 lakh jobs: Adani announces Rs 2 lakh crore investment in Gujarat

વાઈબ્રન્ટ સમિટ 2024 / વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને નોકરી: અદાણીએ ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણનું કર્યું એલાન

Vishal Khamar

Last Updated: 01:05 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે. તેમજ તેમજ ભારતની માથાદીઠ આવકમાં 165 ટકાનો વધારો થયો છે.

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું સંબોધન 
  • દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ : ગૌતમ અદાણી 
  • 2014થી ભારતની GDP 185 ટકા વધી: ગૌતમ અદાણી 

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશનાં રાષ્ટ્રપતિઓ, ગર્વનર, વડાઓ સહિત દુનિયાભરનાં ઉદ્યોગપતિઓ પધાર્યા છે. ત્યારે બિઝનેસમેન ગૌતમ અદાણી પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લીધો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, 2014 થી ભારતની GDP 185 ટકા વધી છે. 

2014થી ભારતની GDP 185 ટકા વધી: ગૌતમ અદાણી 
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે.  તેમજ 2014 થી ભારતનો GDP અને કેપિટલ ઈન્કમમાં વધારો થયો છે. ત્યારે સોલાર એનર્જી અને જી-20 નાં કારણે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. હજુ ઘણું બધુ સારૂ થવાનું છે. આગામી 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણનાં લક્ષ્યાંકમાંથી 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. 
વધુ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત: CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું સ્વાગત ભાષણ, કહ્યું 2047માં વિકસિત બનશે ભારત

5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ થશેઃ ગૌતમ અદાણી 
કચ્છનાં ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને તે પ્રકારનો પ્લાન્ટ નાંખીશું. તેમજ ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું. તેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર, અને સમિનેટ પ્રોજેક્ટ પર ભાર મુકવામાં આવશે. તેમજ અદાણી દ્વારા ગુજરાતમાં આગામી  5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરાશે. તેમજ ગુજરાતમાં 1 લાખ નવી રોજગારીનું નિર્માણ થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ