બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / world most expensive and rare watermelon black watermelon densuke watermelons

ના હોય! / આ છે દુનિયાનું સૌથી મોંઘુ તરબૂચ, એક પીસની કિંમત 4.5 લાખ, જાણો એવું તો શું છે ખાસ

Arohi

Last Updated: 06:15 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો આવતા જ આપણા મગજમાં સૌથી પહેલા બે ફળના નામ આવે કેરી અને તરબૂચ. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે તરબૂચના એક પીસની કિંમત 4.5 લાખ રૂપિયા હોય? આવો જાણીએ એવું તો શું છે ખાસ

  • આ છે દુનિયાનું સૌથી મોંઘુ તરબૂત 
  • એક પીસની કિંમત છે 4.5 લાખ 
  • જાણો એવું તો શું છે ખાસ 

તરબૂચની એક વેરાયટી એવી પણ છે જેને દુનિયાનું સૌથી મોંઘુ તરબૂચ કહેવામાં આવે છે. તેને બ્લેક વોટરમેલન અને ડેનસુક વોટરમેલનના નામથી પણ ઓળખવામાં આવે છે. દુનિયાના સૌથી મોંઘા તરબૂચ જાપાનમાં મળી આવે છે. 

જાણો 'કાળા તરબૂચ' વિશે 
તેના બહારનો ભાગ કાળા રંગનો હોવાના કારણે તેનું નામ કાળુ તરબૂચ પડ્યું છે. આ બીજા તરબૂચથી એટલું અલગ છે કે તેને બજારમાં સામાન્ય તરબૂચની જેમ નથી વેચવામાં આવતું. આ ખાસ જાપાની તરબૂચ માટે બોલી લાગે છે માટે તેની ગણતરી દુનિયાના સૌથી મોંઘા તરબૂચમાં થાય છે. 2019માં એક કાળા તરબૂચને 4.5 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. 

સામાન્ય તરબૂચથી કઈ રીતે હોય છે અલગ? 
આ જાપાનના હોકાઈડો આઈલેન્ડના ઉત્તરી વિસ્તારમાં મળી આવે છે. તેનું ઉત્પાદન ઓછુ થાય છે. માટે તેને દુર્લભ તરબૂચ પણ કહેવામાં આવે છે. એક વર્ષમાં લગભગ 100 કાળા તરબૂચનો પાક થાય છે. જોકે ઘણી રીતે આ બીજા તરબૂચથી અલગ હોય છે. જેમ કે સ્વાદ, બહારનો ભાગ અને બીજના મામલામાં. 

આ તરબૂચ જાપાનમાં છે ખૂબ ફેમસ 
કાળા તરબૂચ બીજા તરબૂચના મુકાબલે વધારે ગળ્યું હોય છે. માટે તેને સૌથી મીઠુ તરબૂચ માનવામાં આવે છે. તેમાં બીજ ખૂબ જ ઓછા હોય છે. બીજ ઓછા હોવાના કારણે તેને ખાવાની વધારે મજા આવે છે. પોતાના અલગ પ્રકારના ટેસ્ટના કારણે જાપાનમાં આ ખૂબ જ ફેમસ છે. સામાન્ય રીતે બૂજા તરબૂચના બહારના ભાગ પર ધારિયો હોય છે. પરંતુ કાળા તરબૂચમાં એવું નથી હોતું. 

આ રીતે કરવામાં આવે છે ડિલીવરી
તેને પોલીબેગમાં નહીં, એક પ્રીમિયમ બોક્સમાં મુકીને તેની ડિલીવરી કરવામાં આવે છે. જાપાનમાં તેને ફક્ત ખાવા માટે નહીં પરંતુ ગિફ્ટ કરવા માટે પણ ખરીદવામાં આવે છે. મોંઘુ હોવાના કારણે તેને હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીઝ અને પર્સનાલિટીઝની વચ્ચે ગિફ્ટ કરવાનો રિવાજ પણ છે. હવે ઉંચા ભાવે તેની બીજા દેશમાં નિકાસ પણ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ