બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / world listens when india speaks ls speaker om birla in us

BIG NEWS / ઓમ બિરલાએ ભારતીય લોકતંત્રની ખાસિયત જણાવી, કહ્યું-ભારત જ્યારે પણ કંઈ બોલે છે તો દુનિયા ધ્યાનથી સાંભળે છે !

Pravin

Last Updated: 08:06 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા સ્પિકર ઓમ બિરલાએ શનિવારે અમેરિકામાં પ્રવાસી ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

  • લોકસભાના સ્પિકર ઓમ બિરલા અમેરિકાના પ્રવાસે 
  • અહીં ભારતીય વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી
  • ભારતને લઈને કહી આ વાત

લોકસભા સ્પિકર ઓમ બિરલાએ શનિવારે અમેરિકામાં પ્રવાસી ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દેશનો અવાજ દુનિયાભરમાં સાંભળવામાં આવે છે. ભારતનું લોકતંત્ર સૌથી ગતિશીલ અને જીવંત છે. એટલા માટે ભારત જ્યારે પણ કંઈ કહે છે, તો દુુનિયા તેના પર ધ્યાનથી સાંભળે છે. હકીકતમાં ઓમ બિરલા અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન બોસ્ટન પહોંચીને હાર્વર્ડ યુનિવર્સિટી અને મૈસાચુસેટ્સ ટેકનિકલ ઈંસ્ટીટ્યૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. 

બિરલાએ કહ્યું હતું કે, આપણુ લોકતંત્ર દેશની સૌથી મોટી તાકાત છે. તેણે ભારતના વિકાસને ગતિ આપી છે. ભારતીય લોકતંત્ર સૌથી ગતિશીલ અને જીવંત છે. ભારતનો અવાજ દુનિયાભરમાં ગુંજે છે. આજે ભારત જ્યારે કંઈ પણ કહે છે, તો દુનિયા ધ્યાનથી સાંભળે છે. 

લોકસભા સચિવાલય મુજબ બિરલાએ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત દરમિયાન દેશના વિકાસ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, પ્રવાસી ભારતીયો તેમના કામ નૈતિકતા અ ને સંસ્કૃતિના કારણે દુનિયાભરમાં બહુ સન્માન આપવામાં આવે છે. તેમણે ગ્રામિણ વિકાસ અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દા પર પણ વાત કરી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ