બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 qualifier match points table

WC 2023 / વનડે વર્લ્ડકપમાં ક્વૉલિફાય થવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર, કપાઇ શકે છે આ 5 ટીમોનું પત્તું

Bijal Vyas

Last Updated: 11:53 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. ક્વોલિફાયર મેચોમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી કેટલીક ટીમો હવે મજબૂત દેખાઈ રહી છે.

  • વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે
  • ક્વોલિફાયર મેચમાં હાર બાદ ઘણી ટીમો બહાર થવાના આરે છે.
  • શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ વિજેતા ટીમ છે

world cup 2023: ODI વર્લ્ડ કપ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. આઈસીસીએ હજુ સુધી તેનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું નથી. પરંતુ તેની તમામ મેચ ભારતમાં જ રમાશે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. જેમાં કેટલીક ટીમો ક્વોલિફાય થવાના આરે છે તો કેટલીક બહાર થવાના આરે છે. આવો જાણીએ કે કઈ ટીમ મજબૂત સ્થિતિમાં છે અને કઈ બહાર થવાના આરે છે.

સૌ પ્રથમ ગ્રુપ A વિશે વાત કરીએ. આમાં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝે તેમની 2 મેચમાં 2 જીત નોંધાવી છે અને બંને મજબૂત સ્થિતિમાં છે. પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલા સ્થાન પર છે. આ સાથે જ નેપાળની ટીમે અત્યાર સુધી 3 મેચમાં 1 જીત નોંધાવી છે. અમેરિકા તેની ત્રણેય મેચ હારી ગયું છે જ્યારે નેધરલેન્ડની ટીમ 2માંથી 1 મેચ હારી છે. તેનો નેટ રન રેટ પણ સારો નથી. આવી સ્થિતિમાં આ 3 ટીમોનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત જણાય છે.

Tag | VTV Gujarati

ગ્રુપ Bની વાત કરીએ તો ઓમાનની ટીમે 2 મેચ રમી છે, જેમાં તેણે 2 જીત નોંધાવી છે. શ્રીલંકા 1 મેચમાં 1 જીત સાથે બીજા સ્થાને છે. સ્કોટલેન્ડે માત્ર એક મેચમાં 1 જીત નોંધાવી છે. આયર્લેન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે પણ 2-2 મેચ રમાઈ છે. પરંતુ હજુ સુધી ખાતું ખોલવામાં આવ્યું નથી. બંને ટીમોનો નેટ રન રેટ પણ ઘણો ખરાબ છે. આ બંને માટે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ હશે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ વિજેતા ટીમ છે. પરંતુ આ વખતે તેમને ક્વોલિફાયર રમવું પડશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી શકી નથી. આ વખતે આ બંને ટીમો પાસે શાનદાર તક છે. તમને જણાવી દઈએ કે ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલા જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ