બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Points Table after ned vs afg 34th match afghanistan displace pak number

World Cup 2023 / હવે સેમીફાઇનલમાં કઈ કઈ ટીમો જઈ શકે? નેધરલેન્ડ્સ સામે જીત્યું અફઘાનિસ્તાન, પાકિસ્તાનને લાગ્યો 440 વૉલ્ટનો ઝટકો

Arohi

Last Updated: 08:21 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Points Table: અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023 પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનને એક સ્થાન નીચે ધકેલી લીધુ છે. અફઘાનિસ્તાને શુક્રવારે નેધરલેન્ડ સામે શાનદાર જીત નોંધાવી છે.

  • પોઈન્ટ્સ ટેબલમાં એક સ્થાન નીચે આવ્યું પાકિસ્તાન 
  • અફઘાનિસ્તાનની જીતથી પાકિસ્તાનને મોટો ઝટકો
  • હવે સેમીફાઇનલમાં કઈ કઈ ટીમો જઈ શકે?

અફઘાનિસ્તાને શુક્રવારે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામે જબદસ્ત 7 વિકેટથી જીત મેળવી. અફઘાનિસ્તાનને લખનૌઉ ઉપરાંત ક્રિકેટ સ્ટેડિયમમાં 180 રનનું લક્ષ્ય મળ્યું હતું. અફગાનિસ્તાનની ટૂર્નામેન્ટમાં આ ચોથી જીત છે અને તેણે પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો આપ્યો. અફઘાનિસ્તાને વર્લ્ડ કપ પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનને છઠ્ઠા સ્થાન પર ધકેલી લીધુ છે. અફઘાનિસ્તાને એક સ્થાનનો ફાયદો થયો અને ટીમ પાંચમા સ્થાન પર આવી ચુકી છે. 

સેમીફાઈનલની રેસ બની વધારે રોમાંચક
અફઘાનિસ્તાને નેધરલેન્ડ પહેલા શ્રીલંકા, પાકિસ્તાન અને ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ધૂળ ચટાવી. અફઘાનિસ્તાનની ચોથી જીત બાદ સેમીફાઈનલની રેસ વધારે રોમાંચક થઈ ગઈ છે. નેધરલેન્ડ ટૂર્નામેન્ટથી બહાર થવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. નેધરલેન્ડ આઠમાં સ્થાન પર યથાવત છે.

જણાવી દઈએ કે ભારત પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. ભારત 14 પોઈન્ટની સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી ચુક્યું છે. બીજા નંબર પર સાઉથ આફ્રીકા છે. જેના 12 પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રિલાય ત્રીજા અને ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર છે. બન્નેના આઠ આઠ  પોઈન્ટ છે પરંતુ ઓસ્ટ્રેલિયાનો નેટ રનરેટ વધારે છે. શ્રીલંકા સાતમા, બાંગ્લાદેશ નવમાં અને ઈંગ્લેન્ડ 10માં નંબર પર છે. બાંગ્લાદેશ ટીમ બહાર થઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ