બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 babar azam pakistan cricket team need helping hand from team india and afghanistan

World Cup 2023 / શું ભારત અને અફઘાનિસ્તાનના સહારે સેમીફાઇનલમાં પહોંચી જશે પાકિસ્તાન? જાણો વર્લ્ડકપમાં કઈ રીતે બની રહ્યું છે સમીકરણ

Arohi

Last Updated: 11:01 AM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Pakistan Cricket Team Semifinal: પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપ 2023માં પોતાની સેમીફાઈનલની આશાને અમર રાખી છે. પાકિસ્તાનને નૉકઆઉટમાં પહેચવા માટે પોતાની બાકી બચેલી બન્ને મેચો જીતવી પડશે. તેના ઉપરાંત ભારત, અફઘાનિસ્તાનના સહારાની પણ તેને જરૂર પડશે.

  • પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું
  • સેમીફાઈનલમાં પહોંચવાની આશા અમર
  • પરંતુ ભારત અને અફઘાનિસ્તાનના સહારાની પડશે જરૂર 

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 31 મેચ થઈ ચુકી છે પરંતુ સેમીફાઈલન માટે અત્યાર સુઝી એક પણ ટીમ ફાઈનલ નથી થઈ. ભારત, સાઉથ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો દાવો મજબૂત છે. આ ચારે ટીમો ટોપ-4માં શામેલ છે પરંતુ તેમાંથી કોઈ ટીમની જગ્યા અત્યાર સુધી સેમીફાઈનલમાં પાક્કી નથી થઈ. 

આ વચ્ચે પાકિસ્તાને પણ બાંગ્લાદેશને હરાવીને પોતાની સેમીફાઈનલમાં જવાની આશાને અમર કરી દીધી છે. બાબર આઝમની સેના હજુ પણ ભારત અને અફઘાનિસ્તાનના સહારે સેમીફાઈનલમાં પહોંચી શકે છે. તેવી રીતે? આવે જાણીએ...

પાકિસ્તાન પોઈન્ટ ટેબલ પર ક્યા સ્થાને? 
બાંગ્લાદેશના સામે પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની પોતાની ત્રીજી જીત નોંધાવી દીધી છે. તેની સાથે જ બાબર આઝમની સેનાએ 4 મેતથી હારના સિલસિલાને તોડ્યો છે. આ જીતની સાથે જ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનને નીચે ઘકેલીને પાંચમાં સ્થાન પર આવી ગઈ. 

હવે પાકિસ્તાનની 7 મેચમાં 6 પોઈન્ટ છે. અફઘાનિસ્તાનના પણ 6 મેચમાં આટલા જ પોઈન્ટ છે. પરંતુ નેટ રનરેટમાં સારા હોવાના કારણે પાકિસ્તાન 5માં સ્થાન પર છે. પાકિસ્તાનને પોતાની બાકી બે મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના સામે રમવાની છે અને જો તેને સેમિફાઈનલમાં પહોંચવું છે તો પછી આ બન્ને મેચ જીતવી પડશે. 

પાકિસ્તાનનું નસીબ તેના જ હાથમાં
પાકિસ્તાનની હવે વિશ્વ કપમાં બે જ મેચ બાકી છે અને બન્ને જીત બાદ પણ પાકિસ્તાન વધારેમાં વધારે 10 પોઈન્ટ સુધી પહોંચી શકશે. એવામાં ફક્ત આ બે મેચને જીતીને તે સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે. તેને બાકી ટીમો પર પણ આધાર રાખવો પડશે. 

ભારત-અફઘાનિસ્તાન કઈ રીતે કામ આવી શકશે? 
ભારત અને અફઘાનિસ્તાન બન્ને પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચાડવાનો રસ્તો ખોલી શકે છે. ટીમ ઈન્ડિયાની ગુરૂવારે શ્રીલંકા સાથે મેચ છે. જો ભારત આ મેચ જીતી જશે તો શ્રીલંકા વિશ્વ કપથી બહાર થઈ જશે કારણ કે તેની 7 મેચથી 4 નંબર જ રહેશે અને બાકી બચે મેચ જીતીને તે વધારેમાં વધારે 10 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. શ્રીલંકાના હારવાથી પાકિસ્તાનની હારનો એક અવરોધ ઓછો થઈ જશે. 

ત્યાર બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનની મેચ પર પણ નજર રાખવી પડશે. અફઘાનિસ્તાની હજુ ત્રણ મેચ બાકી છે તેને નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાના સામે રમવાનું છે. જો અફઘાનિસ્તાન આ ત્રણ મેચને જીતી લેશે તો પાકિસ્તાન પોતાની બે મેચ જીતીને સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે કારણ કે પાકિસ્તાનના વધારેમાં વધારે 10 અંક થશે જ્યારે અફઘાનિસ્તાનના 12 અંક થશે. 

આ રીતે રસ્તો થઈ શકે છે સાફ 
પાકિસ્તાનના સેમીફાઈનલનો રસ્તે ત્યારે સરળ બનશે જ્યારે તે ન્યૂઝીલેન્ડ અને ઈગ્લેન્ડ સામેની પોતાની બન્ને મેત જીતે અને અફઘાનિસ્તાન પોતાની ત્રણમાંથી 1 જ મેચમાં જીત નોંધાવે.

તેનાથી અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે અને જો અફઘાનિસ્તાન બે મેચ જીતશે તો તેને 10 પોઈન્ટ થશે અને પાકિસ્તાન પણ પોતાની બે મેચ જીતીને 10 પોઈન્ટ પર આવી જશે. એવામાં નેટ રનરેટના હિસાબથી નિર્ણય થશે. તેમાં પાકિસ્તાન હાલ અફઘાનિસ્તાનથી સારી પોઝિશનમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ